Skip to main content
Settings Settings for Dark

India administered 54.24 lakh vaccine doses in the last 24 hours | Samachar @ 11 AM | 23-06-2021

Live TV

X
Gujarati

1...દેશમાં 24 કલાક દરમિયાન નોંધાયા કોરોનાના નવા 50 હજાર 848 કેસ...જ્યારે 68 હજારથી વધુ દર્દી થયા સાજા.... રિકવરી રેટ વધીને 96.56 ટકાએ પહોંચ્યો... ગઇકાલે 54 લાખથી વધુને અપાઇ વેક્સીન....વેક્સીનેશનનો કુલ આંક પહોંચ્યો 29 કરોડ 46 લાખને પાર..

2...આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યું, રસીકરણમાં મદદ માટે 20થી વધુ દેશોએ કોવિન એપ્લિકેશનમાં દર્શાવી રૂચિ....ભારત 30 જુને વૈશ્વિક કોન્ફરન્સમાં વિશ્વને કોવિન એપ્લિકેશનની સફળતા અંગે આપશે જાણકારી..

3...કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને ભારત માટે ગણાવ્યો ચિંતાજનક....અલગ-અલગ રાજ્યોને તાત્કાલિક અસરથી જરૂરી પગલાં લેવાની સલાહ...ડેલ્ટા પ્લસ વેરિઅન્ટવાળા વિસ્તારમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને વેક્સિનેશન વધરાવા મૂકાયો ભાર...

4... રાજ્યમાં સતત ઘટતા કોરોનાના સંક્રમણથી રાહત....મંગળવારે નવા 135 કેસ સામે 612 દર્દી થયા સાજા...રિકવરી રેટ વધીને 98.15 ટકાએ પહોંચ્યો...મંગળવારે 4 લાખ 53 હજારથી વધુ લોકોને અપાઇ વેક્સીન.....

5.. મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી પ્રેરિત સુજલામ-સુફળલામ જળ અભિયાનનો ચોથો તબક્કો સફળતાપૂર્વક સંપન્ન..... કોરોનાકાળમાં 15 હજાર 210થી વધુ કામો થયા પૂર્ણ.....19 હજાર 717 લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી... રાજ્યના 33 જિલ્લાઓમાં 21,402 તળાવો કરાયા ઉંડા...અભિયાન દરમિયાન 26.46 લાખ માનવદિન રોજગારી થયું નિર્માણ

6...રાજ્યના 58 તાલુકામાં નોંધપાત્ર વરસાદ...10 તાલુકા સરેરાશ 1 ઈંચથી વધુ વરસાદ... સૌથી વધુ વડોદરાના ડભોઇમાં અઢી ઇંચ વરસાદ....ગાંધીનગરમાં રાહત કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં યોજાઇ વેધર વોચ ગ્રૂપની બેઠક....હવામાન વિભાગના મતે, આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના નહીંવત..

7...સપ્તાહના ત્રીજા દિવસે સકારાત્મક શરૂઆત બાદ શેરબજારમાં 100 પોઇન્ટનો કડાકો...52 હજાર 478ની સપાટી પર સેન્સેક્સ....તો 15 હજાર 823 ના અંક પર નિફ્ટી કરી રહ્યો છે કારોબાર..ઇંડસઇંડ બેંક ના શેરમાં સૌથી વધુ એક પોઇન્ટ 31 ટકા ઉછાળો 

8..ઓલમ્પિક દિવસ પર વર્ષોથી ભારતનું પ્રતિનિધિત્વ કરતા એથ્લેટ્સની પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ  કરી પ્રશંસા....કહ્યું, તેમનું યોગદાન અને અન્યોને પ્રેરિત કરવાના પ્રયાસો પર દેશને છે ગર્વ....ટોકિયો ઓલમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓને પણ આપી શુભેચ્છા..

9..સાઉધમ્ટનમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપની ફાઇલનના પાંચમાં દિવસની મેચ પૂર્ણ થવા સુધી ભારતે બીજી ઇનિંગમાં બે વિકિટે બનાવ્યા 64 રન...ન્યૂઝલેન્ડ સામે ભારતની 32 રનની લીડ....

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply