Submitted by developer on
HEADLINES 11 AM
1.... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોરોના યોધ્ધાઓ માટે ,, કસ્ટમાઇઝ્ડ ક્રેશ કોર્સનો કરાવશે પ્રારંભ... દેશના 26 રાજ્યોના 111 પ્રશિક્ષણ કેન્દ્રો ઉપર , શરૂ કરાશે કાર્યક્રમ.. ભારતના એક લાખ કોરોના યોધ્ધાઓ ના કૌશલ્ય વિકાસ નું ,, કાર્યક્રમનું લક્ષ્ય...
2.. દેશવાસીઓને સુરક્ષિત ડિજીટલ પેમેન્ટ ઇકો સિસ્ટમ આપવા માટે ,, મોદી સરકારનો મોટો નિર્ણય... સાયબર છેતરપિંડી થી થતાં નાણાંકિય નુક્સાનને રોકવા ,, અને આ મામલે ફરિયાદ નોંધાવવા માટે , ગૃહ મંત્રાલયે શરૂ કર્યો ,, રાષ્ટ્રીય હેલ્પ લાઈન નંબર 155 260... છેતરપિંડીનો ભોગ બનેલા લોકો,, આ નંબર પર નોંધાવી શકે છે પોતાની ફરિયાદ....
3... કેન્દ્ર સરકારે 1994 કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમમાં કર્યો સુધારો... ટેલિવિઝન ચેનલોના કાર્યક્રમો અંગેની દર્શકોની ફરિયાદોના નિવારણ માટે રચાશે ,, કાયદાકિય તંત્ર.. સુધારા અંતર્ગત સ્વ-નિયામક એકમોને મળશે માન્યતા..
4... દેશમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો- છેલ્લા 24 કલાકમાં 62 હજાર 480 નવા કેસ ... સતત 36માં દિવસે નવા કેસની સરખામણીમાં , સજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ રહી... રિકવરી રેટ વધીને 96.03 ટકા પર પહોંચ્યો ... તો દેશમાં અત્યાર સુધીમાં 26 કરોડ 86 લાખ વેક્સિનના ડોઝ અપાયા... 18થી 44 વર્ષની વયના પાંચ કરોડ લોકોને ,, અત્યાર સુધીમાં લગાવાયાં છે ડોઝ...
5.... રાજ્યમાં કોરોનાની ગતિ મંદ પડી... છેલ્લા 24 કલાકમાં નવા 293 કેસ નોંધાયા... તો 770 દર્દીઓ સાજા થવા ની સાથે , રિકવરી રેટ 97.84 ટકાએ પહોંચ્યો... 6 દર્દીઓના થયા મૃત્યુ... 24 કલાકમાં નવા 2 લાખ 52 હજારથી વધુ લોકોને અપાઈ રસી... અમદાવાદમાં 47, સુરતમાં 66, અને રાજકોટમાં , નવા 19 કેસ નોંધાયા...
6... CBSEએ રજૂ કરેલા ધોરણ 12ના પરિણામ ના + મૂલ્યાંકન માળખાનો ,, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડે કર્યો સ્વીકાર ... ધોરણ દસ, અગિયાર અને બારની સામયિક પરીક્ષા માં મેળવેલ ગુણના મૂલ્યાંકનને આધારે અપાશે ,, વિદ્યાર્થીઓનું પરિણામ... ધોરણ દસના પરિણામના આધારે પચાસ ટકા,, અગિયારમાં ધોરણની પ્રથમ બે સામયિક કસોટીના આધારે 25 ,, અને ધોરણ બારની સામયિક પરીક્ષામાં મેળવેલ ગુણના , 25 ગુણને લેવાશે ધ્યાને....
7..... સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્કૂલોમાં શરૂ થશે ,, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ... .માસ પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓના પ્રવેશની સમસ્યા ન સર્જાય,, તે માટે સુમન સ્કૂલોમાં , ધોરણ અગિયાર અને બારના વર્ગો શરૂ કરવાનો કર્યો નિર્ણય... ધોરણ અગિયારના આઠ વર્ગો કરાયાં શરૂ... ઓનલાઇન શિક્ષણ દ્વારા અગિયારમાં ધોરણનાં એડમિશન શરૂ કરાયાં... કન્યાઓને અપાશે નિઃશુલ્ક શિક્ષણ..
8.... .અમદાવાદ સિવિલમાં એક ઓપરેશનથી રાજકોટની સોનલને બે વર્ષ જૂની પીડામાંથી મળી મુક્તિ.....અત્યંત જટીલ અને પડાકરજનક રીવીઝન સ્પાઇન સર્જરી સફળતાપૂર્વક પાર પાડતા સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જન...
9... ભારત અને ન્યુઝિલેંડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનો મુકાબલો ,, આજથી ઇગ્લેંડના સાઉધમ્પટન ખાતે થશે શરૂ ..મેચનું જીવંત પ્રસારણ ભારતીય સમય પ્રમાણે , બપોર બાદ ત્રણ વાગે થશે શરૂ .. ડીડી ફ્રી ડીશ, અને ડીડી સ્પોર્ટસ પર જોઇ શકાશે જીવંત પ્રસારણ .. ડીડી ડિશના ગ્રાહકો આકાશવાણીના માધ્યમથી , દેશભરમાં સાઁભળી શકશે મેચની રનિંગ કોમેન્ટરી..