Skip to main content
Settings Settings for Dark

અબુધાબીમાં WTO ના 13મા મંત્રીસ્તરીય સંમેલનમાં વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ વિશેષ ઉપસ્થિત રહ્યા

Live TV

X
  • સંયુક્ત આરબ અમિરાતની રાજધાની અબુધાબીમાં WTO એટલે કે, વિશ્વ વેપાર સંગઠનના 13મા મંત્રીસ્તરીય સંમેલનમાં વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

    સંયુક્ત આરબ અમિરાતની રાજધાની અબુધાબીમાં WTO એટલે કે, વિશ્વ વેપાર સંગઠનના 13મા મંત્રીસ્તરીય સંમેલનમાં વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે જણાવ્યું કે, ભારત નિષ્પક્ષતા અને ન્યાયના સિદ્ધાંત પર અડગ છે. ભારતીય ખેડૂતો અને માછીમારોના હિતને પ્રાથમિકતા મળવી જોઈએ. તેમણે સતત વિકાસલક્ષી અનુરૂપ ગરીબી નાબૂદી અને જીવનની ગુણવત્તા સુધારવાની જરૂરિયાત પર ભાર આપ્યો હતો. તો WTOના નિર્ણય ભારતના અમૃતકાળમાં મજબૂત અને ઝડપી વિકાસને પ્રોત્સાહન આપવાના લક્ષ્યમાં પ્રેરક હોવા જોઈએ. તેમણે ઉમેર્યું કે, 22 દેશે WTOના સભ્ય બનવા માટે અરજી કરી છે. ભારત ગ્લોબલ સાઉથના નેતા તરીકે આ તમામ દેશને સમર્થન આપશે. તેમણે જણાવ્યું કે, ભારતની માગ છે કે, એપેલેટ બોડી પુનઃસ્થાપિત થવી જોઈએ. જેના થકી WTO ના પ્રસ્તાવ પૂર્ણ ન થાય તો આ બોડી સમક્ષ પોતાની વાત રજૂ કરી શકાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply