Skip to main content
Settings Settings for Dark

અમેરિકના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હશ મની કેસમાં દોષી જાહેર

Live TV

X
  • આરોપ માટે દોષિત જાહેર કરવામાં આવેલ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા છે.

    અમેરિકના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. હશ મની કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને દરેક 34 મામલામાં દોષી જાહેર કરવામાં આવ્યા છે. આરોપ માટે દોષિત જાહેર કરવામાં આવેલ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા છે. બે દિવસના વિચાર-વિમર્શ બાદ 12 સભ્યોની બેંચ દ્વારા તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે હવે 11 જુલાઈના રોજ સુનાવણી કરવામાં આવશે.  

    હશ મની કેસ શું છે?

    હશ મની (Hush money)એ એવી વ્યવસ્થા માટેનો શબ્દ છે, જેમાં એક વ્યક્તિ અથવા પક્ષ અન્ય વ્યક્તિ અથવા પક્ષ વિશેના કેટલાક ગેરકાયદેસર, શરમજનક વર્તન, ક્રિયા અથવા અન્ય હકીકતો વિશે મૌન રહેવાના બદલામાં આકર્ષક રકમ અથવા અન્ય પ્રલોભન આપે છે. 

    ડોનાલ્ડ ટ્રમ્પને ગુરુવારે ન્યુ યોર્કમાં જ્યુરી દ્વારા ખોટા બિઝનેસ રેકોર્ડના 34 ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જે 2016 ની ચૂંટણી પહેલાં એડલ્ટ ફિલ્મ સ્ટારને કરવામાં આવેલી "હશ મની" ચૂકવણીથી શરૂ થયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ લાગ્યો હતો કે તેમણે એડલ્ટ ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથેના તેમના જાતીય સંબંધને છુપાવવા અને મૌન રહેવા માટે રૂપિયા આપ્યા હતા અને ખોટા બિઝનેસ રેકોર્ડ બનાવ્યા હતા. આ તમામ 34 કેસોમાં ટ્રમ્પને દોષી ઠેરવવામાં આવ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-10-2024 Max Temp : °C Min Temp : °C
apply