Skip to main content
Settings Settings for Dark

અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડન યુક્રેનમાં, આજે પોલેન્ડમાં સંબોધન કરશે

Live TV

X
  • અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સોમવારે અચાનક યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યા. ત્યાં તે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમીર ઝેલેન્સ્કી સાથે દેખાયા હતા. બાઈડનની આ મુલાકાત સમગ્ર વિશ્વ માટે ચોંકાવનારી બની છે. આ મુલાકાતથી બાઈડને ચીન-રશિયાને એક મજબૂત સંદેશ આપી દીધો છે કે, યુદ્ધમાં યુક્રેન એકલું નથી, અમેરિકા તેની સાથે છે. રશિયા-યુક્રેન જંગની પહેલીવરસી પહેલાં આજે પોલેન્ડમાં અમેરિકન પ્રેસિડન્ટ જો બાઈડન સંબોધન કરવાના છે. જોકે બંને દેશોના યુદ્ધની વરસી પહેલાં  પુતિન પણ તેમના દેશને સંબોધન કરવાના છે.

    એક રિપોર્ટ અનુસાર, બાઈડન કિવ પહોંચ્યા તેની પહેલાં વિસ્તારને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો. આ દરમિયાન અમેરિકન મિસાઈલ શિલ્ડ પણ એક્ટિવ મોડમાં હતી. 'કિવ ઈન્ડિપેન્ડેન્ટ' અનુસાર- સમગ્ર કિવમાં માત્ર એ જ દેખાઈ રહ્યું હતું કે કોઈ ખાસ વ્યક્તિ રાજધાની પહોંચી રહ્યા છે. બાઈડનની વિઝિટ પહેલાં કિવમાં તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા હતા.

    બાઈડનના આવવાનું અનુમાન કોઈને નહોતું. માત્ર 22 મિનિટ પહેલાં જ રશિયાના હવાઈ હુમલાની સાયરન વાગી હતી. આથી દરેક લોકો એલર્ટ મોડ પર હતા. થોડી મિનિટ પછી એક બ્લેક શેવરલે કારમાં બાઈડન નજર આવ્યા. બાઈડનની વિઝિટ એટલે આટલી મહત્ત્વની માનવામાં આવે છે કારણ કે માત્ર ચાર દિવસ પછી રશિયાના હુમલાના એક વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. બાઈડને વ્હાઈટ હાઉસમાં સ્પષ્ટ કરી દીધું હતું કે તે કોઈ પણ પરિસ્થિતિમાં યુક્રેનનો સાથ નહીં છોડે.

    કિવમાં બાઈડનનું આગમન સ્પષ્ટપણે ચીન અને રશિયા માટે એક મજબૂત સંદેશ છે. યુક્રેનના પત્રકાર ઉવર નેસે કહ્યું- બે દિવસ પહેલાં બાઈડને સ્પષ્ટ કર્યું હતું કે યુક્રેનના મુદ્દે ચીન રશિયાનું સમર્થન કરી રહ્યું છે. પેન્ટાગોને એમ પણ કહ્યું હતું કે અમેરિકામાં ચીનના જાસૂસી બલૂનનું દેખાવું અને આ મામલે ઈરાનની સક્રિય નીતિ સ્પષ્ટ સંકેત છે કે ખીચડી પાકી રહી છે. જો આવું થશે તો અમેરિકા અને નાટો યોગ્ય રીતે જવાબ આપશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
apply