અમેરિકાએ રશિયાના 60 રાજદૂતોને દેશબહાર કર્યા
Live TV
-
જર્મનીએ પણ કેટલાક રશિયન રાજદ્વારીઓને દેશ બહાર કરવાનો નિર્ણય કર્યો
બ્રિટનના રાજદૂતની હત્યાના પગલે અમેરિકા સહિત બીજા દેશો પણ રશિયા સામે પગલાં લેવામાં જોડાતા શીત યુદ્ધના મંડાણ ફરી થયા છે. અમેરિકા અને યુરોપીય સંઘે 100થી વધુ રશિયન રાજદ્વારીઓને દેશથી બહાર કર્યા છે. અમેરિકાએ ગઈકાલે 60 રશિયન રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. દરમિયાન જર્મનીએ પણ કેટલાક રશિયન રાજદ્વારીઓને દેશ બહાર કરવાનો નિર્ણય કર્યો છે.અત્રે એ ઉલ્લેખનિય છે કે, અગાઉ રશિયા અને બ્રિટન એક બીજાના દેશના રાજદ્વારીઓને દૂર કરી ચુક્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 60 રશિયન રાજદ્વારીઓને પોતાના દેશ પરત કરવાનો આદેશ આપ્યો છે.દરમિયાન અમેરિકાએ પાકિસ્તાનની સાત કંપનીઓને વિદેશી સંસ્થાઓની તે યાદીમાં મુક્યા છે જે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને નીતિ માટે જોખમ પેદા કરે છે. અમેરિકી સુરક્ષા અને ઉદ્યોગ બ્યુરોએ તે યાદી તૈયાર કરી છે. અમેરિકાને વિશ્વાસ છે કે, આ કંપની અમેરિકાના હિત વિરૂદ્ધ કામ કરી રહી છે.