Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના એર શોમાં મોટી દુર્ઘટના, બે ફાઇટર જેટ હવામાં એકબીજા સાથે અથડાયા

Live TV

X
  • USAના ઈડાહોમાં ચાલી રહેલા પ્રખ્યાત 'ગનફાઈટર સ્કાઈઝ એર શો' દરમિયાન એક ભયાનક અકસ્માત સર્જાયો. માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ પર આયોજિત આ એર શોમાં હવામાં અદભૂત કરતબો દેખાડી રહેલા બે યુએસ ફાઈટર જેટ્સ એકબીજા સાથે જોરદાર રીતે ટકરાયા હતા. અકસ્માત બાદ એર બેઝને તાત્કાલિક લોકડાઉન કરી દેવાયો છે અને રવિવારના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

    USAના ઈડાહોમાં ચાલી રહેલા પ્રખ્યાત 'ગનફાઈટર સ્કાઈઝ એર શો' દરમિયાન એક ભયાનક અકસ્માત સર્જાયો. માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ પર આયોજિત આ એર શોમાં હવામાં અદભૂત કરતબો દેખાડી રહેલા બે યુએસ ફાઈટર જેટ્સ એકબીજા સાથે જોરદાર રીતે ટકરાયા હતા. અકસ્માત બાદ એર બેઝને તાત્કાલિક લોકડાઉન કરી દેવાયો છે અને રવિવારના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

    હવામાં ઉઠ્યા ધુમાડાના ગોટેગોટા
    સ્થાનિક સમય અનુસાર રવિવારે બપોરે લગભગ 12.30 વાગ્યે આ ઘટના બની હતી. અહેવાલો અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા બંને વિમાન EA-18G Growler જેટ હતા. હવામાં ટક્કર થતાં જ બંને વિમાનોના ટુકડા થઈ ગયા હતા અને એર બેઝથી લગભગ બે માઈલ દૂર ક્રેશ થયા હતા. ઘટનાસ્થળેથી કાળા ધુમાડાના વિશાળ ગોટેગોટા ઉડતા જોઈને ત્યાં હાજર હજારો દર્શકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

    ચમત્કારિક બચાવ: હવામાં જ ખુલ્યા 4 પેરાશૂટ
    સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટક્કર બાદ વિમાનોના ટુકડા હવામાં વિખેરાઈ ગયા હતા. જોકે, સદનસીબે એક મોટી જાનહાનિ ટળી છે. વિમાન ક્રેશ થાય તે પહેલા જ તેમાં સવાર તમામ 4 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રીતે ઈજેક્ટ થવામાં સફળ રહ્યા હતા. હવામાં ચાર પેરાશૂટ ખુલતા જોઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. યુએસ નેવીએ પણ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ચારેય ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.

    એનાઉન્સરે કહ્યું - "બધા સુરક્ષિત છે"
    અકસ્માત થતાં જ એર શોના એનાઉન્સરે માઈક પર જાહેરાત કરીને દર્શકોને જણાવ્યું કે ચારેય પાયલોટ-ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે.

    8 વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું
    આ એર શો પૂરા 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પાછો ફર્યો હતો. આયોજકો આ મોટા સ્કેલના ઈવેન્ટ માટે છેલ્લા બે વર્ષથી રાત-દિવસ તૈયારીઓ કરી રહ્યા હતા. વીકેન્ડ હોવાથી હજારોની ભીડ સૈન્ય વિમાનોના કરતબો જોવા ઉમટી હતી, પરંતુ આ અકસ્માતે સમગ્ર ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે.

    તપાસના આદેશ
    અકસ્માત કયા કારણોસર થયો, શું આ કોઈ ટેકનિકલ ખામી હતી કે સિંક્રોનાઈઝેશનની ભૂલ, તે હજી સ્પષ્ટ થયું નથી. સુરક્ષા એજન્સીઓ અને એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply