Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના ન્યુયોર્કમાં ધરા ધ્રુજી, 4.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

Live TV

X
  • અમેરિકાના ન્યુયોર્કમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ન્યુયોર્કના સમય મુજબ શુક્રવારે સવારે 10.30 કલાકે ભૂકંપ આવ્યો હતો.

    અમેરિકાના ન્યુયોર્કમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અમેરિકાના સમય મુજબ  શુક્રવારે સવારે 10.30 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. USGSના જણાવ્યા મુજબ  ભૂકંપનું કેન્દ્રબિંદુ ન્યુયોર્ક સિટીથી લગભગ 64 કિમી પશ્ચિમમાં મધ્ય ન્યુજર્સીમાં ટેવક્સબરીમાં હતું.  

    કોઇ નુકસાનનો અહેવાલ નહી- એરિક એડમ્સ

    USGSના જણાવ્યા મુજબ સાંજે 5:59 કલાકે નાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા 4.0 હતી. જો કે કોઇ મોટું નુકસાન થયુ નથી. પરંતુ એન્જિનિયરિંગ ટીમો રસ્તાઓ અને પુલોનું નિરીક્ષણ કરી રહી છે. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે આ અંગે  જણાવ્યું હતું કે, આ છેલ્લી સદીમાં પૂર્વ કિનારે આવેલા સૌથી મોટા ભૂકંપ પૈકીનો એક છે. તો  ન્યુ યોર્ક સિટીના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે કોઈ ઈજાના અહેવાલ નથી . 

    ફિલાડેલ્ફિયાથી બોસ્ટન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા

    મહત્વનું છે કે બાલ્ટીમોરથી બોસ્ટન સુધી લોકોને ધ્રુજારીનો અનુભવ થયો હતો. ભૂકંપનો આચંકો અનુભવાતા લોકો ઝડપથી ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. USGS અનુસાર  ભૂકંપના આંચકા ઉત્તરપૂર્વીય યુનાઇટેડ સ્ટેટ્સમાં ફિલાડેલ્ફિયાથી બોસ્ટન સુધી અનુભવાયા હતા. મેનહટન અને પાંચ નગરોમાંમાં જોરદાર આંચકાને કારણે ઈમારતો ધ્રૂજવા લાગી હતી. યુએસજીએસની વિગતો અનુસાર ભૂકંપનું કેન્દ્ર ન્યુ યોર્ક સિટીથી લગભગ 40 માઈલ પશ્ચિમમાં ન્યુ જર્સીના વ્હાઇટ હાઉસ સ્ટેશન નજીક હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply