Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ઇરાનના ઈઝરાયેલ પર હુમલો કરવાની વ્યક્ત કરી આશંકા, ભારત સહિત અનેક દેશોએ જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી

Live TV

X
  • ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના જવાબી હુમલાને લઈને અમેરિકા હાઈ એલર્ટ પર છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે અમેરિકા ઇઝરાયેલની સુરક્ષા માટે સમર્પિત છે

    અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે,, તેઓને આશંકા છે કે ઇરાન જલ્દીથી ઈઝરાયલ પર હુમલો કરી શકે છે. આ મહિનાની શરૂઆતમાં થયેલ હવાઈ હુમલામાં ટોચના કમાન્ડરના મૃત્યુને કારણે ઇરાનના હુમલાની આશંકા વધી ગઈ છે. ત્યારે 'ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના જવાબી હુમલાને લઈને અમેરિકા હાઈ એલર્ટ પર છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે અમેરિકા ઇઝરાયેલની સુરક્ષા માટે સમર્પિત છે. તો ભારત સરકારે ઈરાન અને ઈઝરાયેલને લઈને ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પ્રદેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગળની સૂચના સુધી ઈરાન અથવા ઈઝરાયેલની મુસાફરી ના કરે અને સાથે સાથે જે ભારતીયો ઈઝરાયેલ અથવા ઈરાનમાં રહે છે તેઓ ત્યાંના ભારતીય દૂતાવાસોનો સંપર્ક કરી પોતનું રજીસ્ટ્રેશન કરાવવા સૂચન આપવામાં આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply