અમેરિકાના શિકાગો મેગેઝિનના 50 પ્રભાવશાળી વ્યક્તિમાં ભારતીય-અમેરિકન કૃષ્ણમૂર્તિ 24મા સ્થાને
Live TV
-
વર્ષ 2022માં, કૃષ્ણમૂર્તિએ ડેમોક્રેટિક ઉમેદવારો અને ડેમોક્રેટિક કોંગ્રેસનલ કેમ્પેઈન કમિટીને 460,000 ડૉલરનું દાન આપ્યું હતું.
ભારતીય-અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિને અમેરિકાના પ્રતિષ્ઠિત મેગેઝિન 'શિકાગો'ની 50 સૌથી પ્રભાવશાળી શિકાગોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં કૃષ્ણમૂર્તિ 24મા સ્થાને છે.
'શિકાગો'એ તેની વેબસાઈટ પર આ યાદીની વિગતો જાહેર કરી છે. વિગતો અનુસાર 50 વર્ષીય રાજા કૃષ્ણમૂર્તિ સર્વોચ્ચ પદ હાંસલ કરનાર દક્ષિણ એશિયાઈ મૂળના પ્રથમ વ્યક્તિ બન્યા છે. આ યાદીમાં ઇલિનોઇસના ગવર્નર જેબી પ્રિત્ઝકર ટોચ પર છે અને શિકાગોના મેયર બ્રેન્ડન જોન્સન બીજા સ્થાને છે.
અમેરિકાના ઈલિનોઈસ રાજ્યના સૌથી મોટા શહેર શિકાગોથી પ્રતિષ્ઠિત મેગેઝિન 'શિકાગો' પ્રકાશિત થાય છે. મેગેઝિને કૃષ્ણમૂર્તિને ગ્રેટર શિકાગો વિસ્તારમાં દક્ષિણ એશિયાના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે વર્ણવતા યાદીમાં 24મું સ્થાન આપ્યું છે. 'શિકાગો' અનુસાર, તે 2026માં યુ.એસ સંસદની ચૂંટણી લડવાની પણ તૈયારી કરી રહ્યા છે.
એવો દાવો કરવામાં આવ્યો છે કે કૃષ્ણમૂર્તિ પાસે તેમના પ્રચાર ભંડોળમાં 14.4 મિલિયન યુ.એસ ડૉલર છે. નાણાની આ રકમ કોઈપણ ઈલિનોઈસ કોંગ્રેસના પ્રતિનિધિ કરતા 3 ગણી વધારે છે. રાજા અત્યંત પ્રભાવશાળી છે, એક રાજકીય સલાહકાર કહે છે.
મેગેઝિન અનુસાર, વર્ષ 2022માં, કૃષ્ણમૂર્તિએ ડેમોક્રેટિક ઉમેદવારો અને ડેમોક્રેટિક કોંગ્રેસનલ કેમ્પેઈન કમિટીને 460,000 ડૉલરનું દાન આપ્યું હતું. તેઓ 2026માં સેનેટની ચૂંટણી લડવા માટેના તેમના અભિયાન માટે રોકડ એકત્ર કરી રહ્યા હોવાનું કહેવાય છે.
