અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ કેટલાક રાજ્યોમાં મતગણતરી શરૂ
Live TV
-
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ કેટલાક રાજ્યોમાં મતગણતરી શરૂ
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ વખતે મુકાબલો ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે છે. ઘણા રાજ્યોમાં હવે મતગણતરીનાં પરિણામો આવવા લાગ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ કેન્ટુકી, વેસ્ટ વર્જિનિયા અને ઇન્ડિયાનામાં જીત્યા છે. આ સાથે જ વર્મોન્ટમાં કમલા હેરિસનો વિજય થયો છે. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાની ચૂંટણી લેબ અનુસાર, જે સમગ્ર યુ.એસ.માં પ્રારંભિક મતદાન અને મેલ દ્વારા મતદાનને ટ્રેક કરે છે, 78 મિલિયનથી વધુ અમેરિકનો તેમના મત આપી ચૂક્યા છે.