Skip to main content
Settings Settings for Dark

અમેરિકામાં લોસ એન્જેલસના જંગલોમાં લાગેલી આગથી તબાહી

Live TV

X
  • અમેરિકાના લોજ એન્જલસના જંગલોમાં આગ લાગી છે. અને આગને કારણે  5 લોકોના મૃત્યુ થયા છે. આગ હવે ઝડપથી શહેર તરફ પ્રસરી છે  તેમજ હવાને કારણે આગ ઓલવવાનું કામ કપરું બન્યું છે અને દોઢ લાખ ઘરની વીજળી જતી રહી છે.  તેમજ હજારો ઇમારતોને પણ અસર થઈ છે. રાષ્ટ્રપતિ જો બાઇડને  લોસ એન્જલસની આગમાં  આગની  ઘટનામાં  શકય તમામ મદદનું આશ્વાસન આપ્યું છે.  

    પેસિફિક પેલિસેડ્સ, ઇટન અને હર્સ્ટમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. હેલિકોપ્ટરથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પેલિસેડ્સમાં 15,000 એકર, ઈટનમાં 10,000 એકર અને હર્સ્ટમાં 500 એકરથી વધુ જમીન બળીને રાખ થઈ ગઈ.

    આગ પહેલીવાર 7 જાન્યુઆરીએ લાગી હતી. ભારે પવનને કારણે તે ફેલાતો રહ્યો. ઘણા ચોરસ કિલોમીટરનો વિસ્તાર બળીને રાખ થઈ ગયો છે. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.પરિસ્થિતિ એટલી ભયાનક હતી કે તેનો સામનો કરવા માટે, લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટને ફરજ પર ન હોય તેવા કર્મચારીઓ પાસેથી પણ મદદ માંગવી પડી. ખરાબ હવામાનને કારણે રાષ્ટ્રપતિ જો બિડેનને રિવરસાઇડ કાઉન્ટીની મુલાકાત રદ કરવાની ફરજ પડી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply