અમેરિકામાં વિઝા ફ્રોડ રોકવા નવું બિલ રજૂ, ચીન-ઈરાન પર લાગી શકે પ્રતિબંધ
Live TV
-
અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પ્રોગ્રામમાં ચાલતી ગેરરીતિઓ અને સુરક્ષામાં રહેલી ખામીઓને દૂર કરવા માટે રિપબ્લિકન સાંસદ બ્રેન્ડન ગિલ દ્વારા 'સ્ટુડન્ટ વિઝા ઇન્ટિગ્રિટી એક્ટ' રજૂ કરવામાં આવ્યો છે. આ બિલનો મુખ્ય હેતુ વિઝા અવધિ પૂરી થયા પછી પણ અમેરિકામાં રોકાઈ જતા (Overstay) વિદ્યાર્થીઓ પર લગામ લગાવવાનો અને વિઝા ફ્રોડ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે.

બિલની મુખ્ય જોગવાઈઓ
ચોક્કસ સમયમર્યાદા: આ બિલ હેઠળ વિદ્યાર્થી વિઝા માટે નિર્ધારિત અંતિમ તારીખ (End Dates) નક્કી કરવામાં આવશે, જેથી વિઝા ઓવરસ્ટેની સમસ્યા ઘટાડી શકાય.
રૂબરૂ ઈન્ટરવ્યુ: વિઝા પ્રક્રિયામાં રૂબરૂ ઈન્ટરવ્યુની જરૂરિયાતને વધારવામાં આવશે.
કડક સજા: વિઝા ફ્રોડમાં સંડોવાયેલી શાળાઓ અને અધિકારીઓ માટે જેલની સજા અને ફેડરલ વિઝા પ્રોગ્રામમાંથી હાંકી કાઢવાની જોગવાઈ છે.
વિરોધી દેશો પર પ્રતિબંધ: ચીન અને ઈરાન જેવા અમેરિકાના વિરોધી ગણાતા દેશોના વિદ્યાર્થીઓને અમેરિકામાં અભ્યાસ કરવા પર પ્રતિબંધ મૂકવાની વાત પણ આ બિલમાં કરવામાં આવી છે.
ચાઈનીઝ કનેક્શન: યુનિવર્સિટીઓએ ચીન સરકાર સાથેના કોઈપણ નાણાકીય કે સંસ્થાકીય સંબંધો જાહેર કરવા ફરજિયાત બનશે.
સુરક્ષા જોખમો અને ઓવરસ્ટેની સમસ્યા
સાંસદ બ્રેન્ડન ગિલે જણાવ્યું હતું કે, "અમેરિકામાં અભ્યાસ કરવો એ એક વિશેષાધિકાર છે, અધિકાર નથી." સરકારી આંકડા મુજબ, વર્ષ 2023માં લગભગ 50,000 વિદ્યાર્થીઓ વિઝાની મુદત પૂરી થયા પછી પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રોકાયા હતા. આ સિવાય, વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 2012 માં 7.5 લાખ હતી જે હવે વધીને 15 લાખથી વધુ થઈ ગઈ છે, જેના કારણે દેખરેખ પ્રણાલી (SEVIS) પર દબાણ વધ્યું છે.અલાબામાના સેનેટર ટોમી ટ્યુબરવિલે પણ આ બિલનું સમર્થન કરતા કહ્યું કે ચીન અને ઈરાન જેવા દેશોના વિદ્યાર્થીઓ અમેરિકાની ટોચની સંસ્થાઓમાં ભણે તે સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી છે.