અમેરિકા-ઈરાન વચ્ચે આજથી ઇસ્લામાબાદમાં 'હાઈ-સ્ટેક્સ' શાંતિ વાટાઘાટો થશે
Live TV
-
વર્ષો જૂની દુશ્મની, ઊંડો અવિશ્વાસ અને પ્રાદેશિક વર્ચસ્વની લડાઈ વચ્ચે આજે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે નિર્ણાયક યુદ્ધવિરામ વાટાઘાટો શરૂ થવા જઈ રહી છે. આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે, કારણ કે આ વાટાઘાટોના પરિણામો વૈશ્વિક અર્થતંત્ર અને ખાસ કરીને તેલના ભાવ પર સીધી અસર કરશે.

અમેરિકાનું વલણ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પ્રસ્તાવોને 'તરકટ' ગણાવ્યા છે અને હોર્મુઝની સામુદ્રધુનીમાં ટેન્કરો પરના પ્રતિબંધોને 'અપ્રમાણિક' કૃત્ય ગણાવ્યું છે. જોકે, અમેરિકી પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહેલા ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સએ જણાવ્યું છે કે જો ઈરાન નેક દિલથી ચર્ચા કરશે તો અમેરિકા સહયોગ માટે તૈયાર છે.
ઈરાનની શરત: ઈરાનના સંસદ સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફે સ્પષ્ટ કર્યું છે કે મંત્રણા શરૂ કરતા પહેલા ઈરાનની 'ફ્રીઝ' કરાયેલી સંપત્તિ મુક્ત કરવી પડશે. ઈરાને યુરેનિયમ સંવર્ધન અને મિસાઈલ પ્રોગ્રામ રોકવાની અમેરિકી માંગને ફગાવી દીધી છે.
હોર્મુઝની સામુદ્રધુની: વિવાદનું મુખ્ય કેન્દ્ર
વૈશ્વિક ઉર્જા માર્ગ ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાને ટેક્સ ઉઘરાવવાનું અને નિયંત્રણ રાખવાનું શરૂ કર્યું છે, જેને વોશિંગ્ટન 'ગેરકાયદેસર' ગણાવી રહ્યું છે. આ વિવાદને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે.પાકિસ્તાનની 'મેક ઓર બ્રેક' ભૂમિકા
આ ઐતિહાસિક મંત્રણાનું યજમાન પાકિસ્તાન છે. વડાપ્રધાન શહેબાઝ શરીફે આ બેઠકને 'મેક ઓર બ્રેક' (બનશે અથવા બગડશે) ક્ષણ ગણાવી છે. શક્યતા છે કે બંને દેશના પ્રતિનિધિઓ સીધી વાત કરવાને બદલે પાકિસ્તાન દ્વારા સંદેશાઓની આપ-લે કરશે.જે.ડી. વેન્સ માટે મોટી કસોટી
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ મહત્વપૂર્ણ મંત્રણાની જવાબદારી જે.ડી. વેન્સને સોંપી છે. આ મંત્રણાની સફળતા કે નિષ્ફળતા વેન્સની રાજકીય કારકિર્દી અને અમેરિકાની વિદેશ નીતિ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.