અમેરિકા-ઉત્તર કોરિયા વચ્ચે ઉચ્ચસ્તરીય વાતચીત
Live TV
-
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકાએ ઉત્તર કોરિયા સાથે વાતચીત શરૂ કરી. ટ્રેમ્પે આ સાથે કહ્યું કે, આ વાતચીત ઉચ્ચ સ્તર પર થઈ અને તેણે પરિણામ સારૂ આવવાની આશા વ્યક્ત કરી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી કે અણેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ઉચ્ચ સ્તરીય વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે, ઉત્તર કોરિયાના નેતા કિમ-જોંગ-ઉનની સાથે બેઠક માટે પાંચ સ્થાનો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અમેરિકાના નવા વિદેશમંત્રી માઇક પોંપિઓએ ઇસ્ટર સપ્તાહ દરમિયાન ઉત્તર કોરિયાનો ખાનગી પ્રસાવ કર્યો હતો અને અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉત્તર કોરિયાના નેતા વચ્ચે ઐતિહાસિક શિખર બેઠક આયોજીત કરવા માટે ઉત્તર કોરિયાના નેતાઓ સાથે બેઠક કરી હતી.