Skip to main content
Settings Settings for Dark

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે જો બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર સામસામે ટકરાશે

Live TV

X
  • યુએસ પ્રમુખ જો બાઈડેન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક અને રિપબ્લિકન પક્ષોની પ્રાથમિક ચૂંટણી જીતીને તેમના દાવાની પુષ્ટિ કરી

    અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે જો બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર સામસામે ટકરાશે. અહેવાલો મુજબ યુએસ પ્રમુખ જો બાઈડેન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક અને રિપબ્લિકન પક્ષોની પ્રાથમિક ચૂંટણી જીતીને તેમના દાવાની પુષ્ટિ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિક પાર્ટી તરફથી ઉમેદવારીના દાવાને મજબૂત કર્યો હતો. તો બીજી તરફ જો બાઈડને ડેમોક્રેટિક પાર્ટીની ચૂંટણી જીતીને તેમના દાવાની પુષ્ટિ કરી હતી..બુધવારે જ્યોર્જિયા, મિસિસિપી અને વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિની પ્રાઈમરી ચૂંટણી માટે મતદારોએ મતદાન કર્યુ હતુ.. આ પહેલા મંગળવારે ડેમોક્રેટ્સની પ્રાઈમરી ચૂંટણી માટે મતદાન થયું હતું.અહેવાલો મુજબ ડેમોક્રેટિક ડેલિગેટ્સમાં જો બાઈડેનને 2099 વોટ મળ્યા છે. જેસન પામરને ત્રણ વોટ મળ્યા અને અન્યને 20 વોટ મળ્યા. એટલે કે જો બાઈડેન 2079 મતોથી આગળ હતા.  તો ડોનાલ્ડ ટ્રમ્પને 1228 વોટ મળ્યા, જ્યારે નિક્કી હેલીને 91, રોન ડીસેન્ટિસને નવ અને વિવેક રામાસ્વામીને માત્ર ત્રણ વોટ મળ્યા. આવી સ્થિતિમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ આ રેસમાં 1137 વોટથી આગળ નીકળી ગયા છે. અમેરિકાના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે કે સતત બે ચૂંટણીમાં એક જ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે. 2020માં પણ જો બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધો મુકાબલો હતો..ચાલુ વર્ષે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી 5 નવેમ્બર, 2024ના રોજ યોજાશે.આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કોલોરાડોમાં સમર્થકોને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે ડોનાલ્ડ ટ્ર્મ્પ 2024ની ચૂંટણીમાં લોકશાહી માટે ખતરો છે. ટ્રમ્પ પર નફરત ફેલાવવાનો આરોપ લગાવતા હેરિસે કહ્યુ કે ટ્રમ્પ માઇગ્રન્ટ્સને એકસાથે દેશનિકાલ કરવાની, તેમના વિરોધીઓ સામે ન્યાય વિભાગનો ઉપયોગ કરવાની અને સામાજિક કલ્યાણ કાર્યક્રમોમાં કાપ મૂકવાની યોજના ધરાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply