Skip to main content
Settings Settings for Dark

આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને મળ્યું વધુ એક સન્માન

Live TV

X
  • ભારત બીજા દેશો સાથેની જોરદાર ટક્કર વચ્ચે 4 વર્ષના સમયગાળા માટે યુનાઈટેડ નેશન્સ સ્ટેટિસ્ટિકલ કમિશન માટે પસંદગી પામ્યું છે

    આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતને મોટી સફળતા મળી છે. ભારત બીજા દેશો સાથેની જોરદાર ટક્કર વચ્ચે 4 વર્ષના સમયગાળા માટે યુનાઈટેડ નેશન્સ સ્ટેટિસ્ટિકલ કમિશન માટે પસંદગી પામ્યું છે. ભારતનો આ કાર્યકાળ 1 જાન્યુઆરી 2024થી શરૂ થશે. ભારતને 53માંથી 46 વોટ મળ્યા હતા. જોકે, ભારતની પસંદગી ગુપ્ત મતદાનથી કરવામાં આવી હતી. જ્યારે એર્જિન્ટિના, યુક્રેન, સ્લોવેનિયા, યુનાઈટેડ રિપબ્લિક ઓફ તન્ઝાનિયા અને અમેરિકા બિનહરીફ ચૂંટાયા હતા. ભારતે પોતાના હરીફ આરઓકે, ચીન અને સંયુક્ત અરબ અમીરાતને પાછળ મુકીને જીત હાંસલ કરી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, આંકડાકીય, વિવિધતા અને વસ્તીવિષયક ક્ષેત્રમાં ભારતની વિશેષતાએના કારણે યુનાઈટેડ નેશન્સ સ્ટેટિસ્ટિકલ કમિશનમાં સ્થાન મળ્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply