આજે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનાં 47 માં રાષ્ટ્રપતિ તરીકે લેશે શપથ, પ્રથમ વખત વિદેશી મહેમાનો આપશે હાજરી
Live TV
-
શપથ ગ્રહણ સમારોહ સોમવારે રાત્રે ભારતીય સમય અનુસાર રાત્રે 10.30 કલાકે યોજાશે
આજે અમેરિકાનો ઈતિહાસ રચાવવાનો છે. કારણ કે... આજરોજ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47 માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે. તેમજ ત્યાં ભારે ઠંડી અને હિમવર્ષાને કારણે આ વખતે શપથ ગ્રહણ સમાહોર સંસદની અંદર યોજાવાનો છે. ત્યારે ટ્રમ્પનાં સમર્થકો દ્વારા આતિશબાજી કરીને જશ્ન મનાવી રહ્યા છે. તેમજ કડકડતી ઠંડીનાં પણ મોટી સંખ્યામાં લોકો શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહે તેવી શક્યતાઓ છે.
ફ્લાઈટને સ્પેશિયલ એર મિશન-47 નામ આપવામાં આવ્યું હતું
અમેરિકાના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ ટ્રમ્પને શપથ લેવડાવશે. શપથ ગ્રહણ સમારોહ સોમવારે રાત્રે ભારતીય સમય અનુસાર રાત્રે 10.30 કલાકે યોજાશે. પ્રથમ વખત વિદેશી મહેમાનો શપથ ગ્રહણમાં હાજરી આપશે. ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન પહોંચી ગયા છે, તેઓ તેમના પરિવાર સાથે ફ્લોરિડાથી વિશેષ વિમાન દ્વારા વોશિંગ્ટન પહોંચ્યા છે. આ ફ્લાઈટને સ્પેશિયલ એર મિશન-47 નામ આપવામાં આવ્યું હતું. મિશન-47 એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47 માં રાષ્ટ્રપતિ હશે.
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સમારોહમાં હાજરી આપશે
ટ્રમ્પના સમારોહમાં ભાગ લેવા માટે વિશ્વભરના નેતાઓ અમેરિકા પહોંચી રહ્યા છે. વોશિંગ્ટનની હોટલો લગભગ 70 ટકા બુક થઈ ગઈ છે. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સમારોહમાં હાજરી આપશે. ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન સવારથી સાંજ સુધીના કાર્યક્રમોનું સમયપત્રક તમે અહીં જોઈ શકો છો. શપથ ગ્રહણ સમારોહ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે વોશિગ્ટનમાં કેપિટલ વન એરેના ખાતે મેક અમેરિકા ગ્રેડ અગેઈન વિજય રેલી યોજી હતી. આ વિજય રેલીમાં ટ્રમ્પ તેમનાં સમર્થકોને તેમની યુએસનાં બંધારણની નકલો વહેંચતા જોવા મળ્યા હતા.