Skip to main content
Settings Settings for Dark

આજે પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ, વૈશ્વિક નેતા અને રાજદૂતે પાઠવી શુભેચ્છા

Live TV

X
  • વિશ્વભરના નેતાઓ અને રાજદૂતોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. આ સાથે તેઓએ ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયલ, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને રશિયાના પ્રતિનિધિઓએ સોશિયલ મીડિયા અને સત્તાવાર નિવેદનો દ્વારા પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી.

    ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો શેર કરીને પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું, "મારા મિત્ર પીએમ મોદીને શુભેચ્છાઓ. ન્યૂઝીલેન્ડના બધા મિત્રો તરફથી તમને 75મા જન્મદિવસની શુભકામનાઓ. આવી સિદ્ધિ તમારા નેતૃત્વની બુદ્ધિમત્તાને પ્રતિબિંબિત કરે છે. કારણ કે તમે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનવા માટે માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરી રહ્યા છો. હું ભારત સાથે ન્યૂઝીલેન્ડની વધુ ભાગીદારીની રાહ જોઉં છું."

    ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે તેમના વીડિયો જણાવ્યું કે, "મારા મિત્ર પ્રધાનમંત્રી મોદીને જન્મદિવસની શુભકામનાઓ. ઓસ્ટ્રેલિયાને ભારત સાથેની આટલી ઊંડી મિત્રતા પર ગર્વ છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના અવિશ્વસનીય યોગદાન માટે અમે દરરોજ આભારી છીએ. મને આશા છે કે તમને જલ્દી મળીશું."

    ભારતમાં ઇઝરાયલના રાજદૂત, રુવેન આઝારે કહ્યું કે, "ઇઝરાયલ અને નવી દિલ્હીમાં આપણા દૂતાવાસ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારત-ઇઝરાયલ મિત્રતા વધુ મજબૂત બને તેવી પ્રાર્થના." જ્યારે ઇઝરાયલમાં મિડવેસ્ટ ઇન્ડિયાના ભૂતપૂર્વ કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કહ્યું કે, "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 75મા જન્મદિવસની શુભકામનાઓ. જેમનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950 ના રોજ થયો હતો, તે જ દિવસે ભારતે ઇઝરાયલને માન્યતા આપી હતી."

    ભારતમાં UAEના રાજદૂત અબ્દુલ નાસિર અલશાલીએ લખ્યું કે, "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. હું તમારા સારા સ્વાસ્થ્ય અને સતત સફળતાની કામના કરું છું. મને વિશ્વાસ છે કે UAE-ભારત ભાગીદારી નવી ઊંચાઈઓ સુધી પહોંચશે."

    ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે X પર હિન્દીમાં પોસ્ટ કરીને કહ્યું કે, "ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. દાયકાઓ જૂની રશિયા-ભારત મિત્રતાને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમના અમૂલ્ય યોગદાન બદલ અમે આભારી છીએ. અમે તેમને દેશ અને વિશ્વને લાભ થાય તેવા તેમના તમામ કાર્યોમાં સતત સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply