આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના 14માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા
Live TV
-
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કો-ચેરમેન આસિફ અલી ઝરદારીને પાકિસ્તાનના 14માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ બીજી વખત છે જ્યારે શ્રીમાન ઝરદારીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આસિફ અલી ઝરદારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સંયુક્ત ઉમેદવાર હતા.
તેમની સ્પર્ધા સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલના મહમૂદ ખાન અચકઝાઈ સામે હતી. આસિફ અલી ઝરદારીને નેશનલ એસેમ્બલી અને સેનેટમાં 255 વોટ મળ્યા જ્યારે અચકઝાઈ માત્ર 119 વોટ એકત્રિત કરી શક્યા.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં 325 સભ્યો છે. તેમજ 91 સેનેટર છે. પંજાબ એસેમ્બલીમાં 354, સિંધ એસેમ્બલીમાં 157, ખૈબર પખ્તુનખ્વામાં 117 અને બલુચિસ્તાન એસેમ્બલીમાં 65 સભ્યો છે.