ઇઝરાયલનું મોટું નિવેદન: બંધકોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી યુદ્ધવિરામ નહીં
Live TV
-
ગાઝામાં યુદ્ધવિરામના અમલીકરણમાં વિલંબ થઈ રહ્યો છે. મધ્યસ્થી કતાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, ગાઝામાં યુદ્ધવિરામ રવિવારે સવારે 8.30 વાગ્યે (સ્થાનિક સમય) શરૂ થવાનો હતો. જોકે પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે ઇઝરાયલને હજુ સુધી હમાસ તરફથી રવિવારે મુક્ત થનારા બંધકોની યાદી મળી નથી. આ કારણે યુદ્ધવિરામ શરૂ થવામાં વિલંબ થશે. નેતન્યાહૂએ IDF ને સૂચના આપી હતી કે, યુદ્ધવિરામ ત્યાં સુધી શરૂ થશે નહીં જ્યાં સુધી ઇઝરાયલને મુક્ત કરવાના બંધકોની યાદી નહી મળે, જે હમાસે પૂરી પાડવાનું વચન આપ્યું છે.
ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામના પહેલા દિવસે ગાઝામાંથી ત્રણ મહિલા બંધકોને મુક્ત કરવામાં આવશે. હમાસે શનિવારે બપોર સુધીમાં પોતાના નામ આપવાના હતા પરંતુ તેમણે તેમ કર્યું નહીં.જ્યાં સુધી હમાસ કરાર પ્રત્યેની તેની જવાબદારીઓ પૂર્ણ નહી કરે ત્યાં સુધી હુમલા કરવામાં આવશે. શનિવારે શરૂઆતમાં મધ્યસ્થી કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ અલ-અંસારીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, "બંને પક્ષો વચ્ચેના કરારના આધારે... ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ સવારે 8:30 વાગ્યે શરૂ થશે.
આ યુદ્ધની શરૂઆત હમાસે 7 ઓક્ટોબર 2023 ના રોજ ઇઝરાયલ પર હુમલો કર્યો, જેમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા અને 251 લોકોને બંધકો બનાવીને ગાઝા પાછા લઈ ગયા. આ પછી યહૂદી રાષ્ટ્રે હમાસના કબજા હેઠળના ગાઝા પટ્ટી પર હુમલા શરૂ કર્યા. પછી ઇઝરાયલના લશ્કરી કાર્યવાહીથી ગાઝા ખંડેર બની ગયું. ગાઝામાં હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શનિવાર સુધીમાં લગભગ 46,899 પેલેસ્ટિનિયનો મરાયા છે. ઓછામાં ઓછા 110,725 ઘાયલ થયા હતા.