ઇઝરાયલી દળો ગાઝાની અલ-શિફા હોસ્પિટલમાં પ્રવેશ્યા, હમાસ સંગઠનને આત્મસમર્પણ કરવા કહ્યું
Live TV
-
ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે.
ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ હજુ અટકતું નથી. ગાઝાની હોસ્પિટલો ઈઝરાયેલના આ જવાબી હુમલાનો શિકાર બની રહી છે. બંને પક્ષના હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ઇઝરાયલી દળો ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ-શિફામાં પ્રવેશ્યા હતા. હોસ્પિટલની અંદર કેટલાક સ્થળોએ સૈનિકો અને હમાસના આતંકીઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ઈઝરાયલે હમાસ સંગઠનને આત્મસમર્પણ કરવા કહ્યું છે. ઈઝરાયલે દાવો કર્યો હતો કે, હમાસનું મુખ્યાલય આ હોસ્પિટલની નીચે છે. બીજી તરફ ઈઝરાયલના રક્ષા મંત્રીએ કહ્યું કે, ઉત્તરી ગાઝા પટ્ટી પર સેનાનું સંપૂર્ણ નિયંત્રણ છે. જો કે હમાસના આતંકીઓ ભૂગર્ભ સુરંગમાં છુપાયેલા છે. અમે તે ટનલની ઓળખ કરી છે. ઈઝરાયલે ગાઝા સિટી સેન્ટર અને સંસદ પર પણ કબજો કર્યો હતો. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે કહ્યું, "અમે અલ-શિફા હોસ્પિટલમાં પસંદ કરેલા લક્ષ્યો પર હમાસ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું છે.
