Skip to main content
Settings Settings for Dark

ઇઝરાયલી સરકારે ગાઝા યુદ્ધવિરામ કરારને મંજૂરી આપી

Live TV

X
  • ઇઝરાયલની કેબિનેટે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવા માટે હમાસ સાથેના કરારને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે જણાવ્યું હતું કે આ કરાર રવિવારથી અમલમાં આવશે. શનિવારે વહેલી સવારે છ કલાક લાંબી બેઠક બાદ, સરકારે 15 મહિના જૂના સંઘર્ષનો અંત લાવવાનો માર્ગ મોકળો કરતા કરારને મંજૂરી આપી. "સરકારે બંધકોના પરત ફરવા માટેના કરારને મંજૂરી આપી દીધી છે, જે રવિવારથી અમલમાં આવશે," નેતન્યાહૂના કાર્યાલયે જણાવ્યું હતું. જોકે, ગાઝામાં યુદ્ધવિરામ કરાર છતાં, ઇઝરાયેલી વાયુસેનાએ પોતાના હુમલા ચાલુ રાખ્યા છે.

    આ કરાર હેઠળ, યુદ્ધવિરામ ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં, ઇઝરાયલમાં છ અઠવાડિયાથી અટકાયતમાં રાખવામાં આવેલી 19 વર્ષથી ઓછી ઉંમરની તમામ પેલેસ્ટિનિયન મહિલાઓ અને બાળકોને મુક્ત કરવામાં આવશે. બદલામાં, હમાસ 98 ઇઝરાયલી બંધકોમાંથી 33 લોકોને મુક્ત કરશે, જેમાં મહિલાઓ, બાળકો અને 50 વર્ષથી વધુ ઉંમરના પુરુષોનો સમાવેશ થશે. શનિવારે, ઇઝરાયલી ન્યાય મંત્રાલયે 95 પેલેસ્ટિનિયન કેદીઓના નામ જાહેર કર્યા જેમને રવિવારે મુક્ત કરવામાં આવશે. કરાર હેઠળ, દર સાત દિવસે કેટલાક વધુ બંધકોને મુક્ત કરવામાં આવશે. ઇઝરાયલી કેબિનેટના કેટલાક મંત્રીઓએ આ કરારનો વિરોધ કર્યો હતો. ૨૪ મંત્રીઓએ કરારના પક્ષમાં મતદાન કર્યું, જ્યારે આઠ મંત્રીઓએ તેનો વિરોધ કર્યો.

    ગાઝા યુદ્ધમાં અત્યાર સુધીમાં 46,000 થી વધુ લોકો માર્યા ગયા છે અને 2.3 મિલિયન વસ્તીને વિસ્થાપિત કરી છે. લોકો ભૂખ, શરદી અને રોગોથી પીડાઈ રહ્યા છે. કરાર હેઠળ, ગાઝામાં રાહત સામગ્રીનો પુરવઠો વધારવામાં આવશે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ ખોરાક, બળતણ અને દવા પહોંચાડવા માટે તૈયાર છે.

    સંયુક્ત રાષ્ટ્ર રાહત એજન્સી (UNRWA) એ શુક્રવારે જણાવ્યું હતું કે તેમની પાસે રાહત સામગ્રીના 4,000 ટ્રક તૈયાર છે, જેમાંથી અડધા ખોરાક છે. ગાઝાના લોકોને આશા છે કે આ યુદ્ધવિરામ તેમના જીવનને સરળ બનાવશે. "અમે ઇચ્છીએ છીએ કે આ કરાર અમલમાં આવે જેથી આપણે આપણા ઘરોમાં ખોરાક રાંધી શકીએ અને રસોડામાં લાંબી લાઈનોમાં ઉભા રહેવાનું ટાળી શકીએ," વિસ્થાપિત પેલેસ્ટિનિયન રીહામ શેખ અલ-ઈદે જણાવ્યું.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
apply