ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ગાઝા બોર્ડર પર એક સૈન્ય અડ્ડાની મુલાકાત લીધી
Live TV
-
નેતન્યાહુએ ઈઝરાયલની સુરક્ષા માટે યોદગાન આપનાર તમામ સૈનિકોની સહરાના કરી હતી.
ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ગાઝા બોર્ડર પર એક સૈન્ય અડ્ડાની મુલાકાત લીધી હતી.જ્યાં તેમણે ઈઝરયાલના સૈનિકો સાથે મુલાકાત કરી અને વાતચીત પણ કરી હતી. નેતન્યાહુએ ઈઝરાયલની સુરક્ષા માટે યોદગાન આપનાર તમામ સૈનિકોની સહરાના કરી હતી.ઈઝરાયલના વિદેશ મંત્રાલયે કહ્યું કે 7 ઓક્ટોબરે હમાસના હુમલામાં લગભગ 1200 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.જેમા મોટાભાગના નાગરિકો હતા.જો કે તેમાં કહેવામાં આવ્યું છે કે આ મૃત્યુદેહની ઓળખ થયા બાદ આંકડામાં ફેરફાર થઈ શકે છે.
ઑક્ટોબર 7 માં હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો અને ઓછામાં ઓછા એક હજાર ચારસો લોકોની હત્યા કરી. હમાસે 240થી વધુ લોકોનું અપહરણ પણ કર્યું હતું. આ પછી ઈઝરાયેલે જવાબી કાર્યવાહી કરીને ગાઝા પર હુમલો કર્યો હતો.
હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે યુદ્ધની શરૂઆતથી ગાઝામાં 11,078 લોકો માર્યા ગયા છે અને 27,000 થી વધુ ઘાયલ થયા છે. તેમાં ચાર હજાર પાંચસો છ બાળકો અને ત્રણ હજારથી વધુ મહિલાઓ છે. અહેવાલો અનુસાર, પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું છે કે ઇઝરાયલી દળો ગાઝાની મુખ્ય હોસ્પિટલ અલ-શિફાની નજીક પહોંચી ગયા છે. હોસ્પિટલની અંદર અને બહાર વિસ્ફોટના પણ અહેવાલ છે. ઈઝરાયેલે પણ અલ-શિફા નજીક તેના દળોની પુષ્ટિ કરી છે.
