Skip to main content
Settings Settings for Dark

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામને લઈ થઈ શકે છે સંધી, મધ્ય પૂર્વમાં સંકટના વાદળો ટૂક સમયમાં ખતમ થવાની સંભાવના

Live TV

X
  • અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનું કહેવું છે કે તેઓ ગાઝામાં એક સપ્તાહની અંદર યુદ્ધવિરામની અપેક્ષા રાખે છે. આ દરમિયાન પેલેસ્ટિનિયન ઓથોરિટી સરકારે રાજીનામું આપી દીધું છે

    ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં પ્રવર્તી રહેલા સંકટના વાદળો ટૂંક સમયમાં ઓસરી જવાની આશા છે. મધ્યસ્થી કરનારા દેશો ઝડપથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામ કરાર તરફ આગળ વધી રહ્યા છે. મંત્રણા સાથે જોડાયેલા બે અધિકારીઓનું કહેવું છે કે ઈઝરાયેલ ગંભીર ગુનાઓમાં દોષિત પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા માટે સંમત થઈ ગયું છે. જો કે હમાસે હજુ સુધી આ પ્રસ્તાવનો હકારાત્મક પ્રતિભાવ આપ્યો નથી. અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં આ દિશામાં ચાલી રહેલા પ્રયાસોને પ્રકાશમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

    ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ ઈઝરાયેલના વલણમાં બદલાવને કારણે બંધકોના વિનિમય અને સંભવિત યુદ્ધવિરામ અંગે ટૂંક સમયમાં કોઈ નક્કર નિર્ણય થઈ શકે છે. આ પ્રસ્તાવમાં આતંકવાદના દોષિત ઈઝરાયેલના બંધકો અને પેલેસ્ટાઈનીઓને મુક્ત કરવાનો સમાવેશ થાય છે. યુએનની સર્વોચ્ચ અદાલતના આદેશ પર, ઇઝરાયલે ગાઝામાં નરસંહારને રોકવાના પગલાં અંગેનો અહેવાલ રજૂ કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનનું કહેવું છે કે તેઓ ગાઝામાં એક સપ્તાહની અંદર યુદ્ધવિરામની અપેક્ષા રાખે છે. દરમિયાન, પેલેસ્ટિનિયન ઓથોરિટી સરકારે તેનું રાજીનામું આપ્યું છે.

    મધ્યસ્થી પ્રયાસોની જાણકારી ધરાવતા બે અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇઝરાયેલી પ્રતિનિધિ યુએસના પ્રસ્તાવ માટે ખાનગી રીતે સંમત થયા છે. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે ઈઝરાયેલ આતંકવાદના આરોપમાં દોષિત 15 પેલેસ્ટાઈનીઓને મુક્ત કરશે. તેના બદલામાં હમાસ પાંચ મહિલા ઇઝરાયેલ સૈનિકોને મુક્ત કરશે. ગયા અઠવાડિયે પેરિસમાં ઇજિપ્ત, કતાર અને અમેરિકા વચ્ચે આ પ્રસ્તાવ પર ચર્ચા થઈ ચૂકી છે. હમાસ અને ઈઝરાયેલ લગભગ આ અંગે સહમત છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઓફિસે આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. આ સમજૂતીમાં હમાસ એ પણ ઇચ્છે છે કે યુદ્ધવિરામની અવધિ માટે ઇઝરાયલી સૈનિકો ગાઝામાંથી હટી જાય.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
apply