Skip to main content
Settings Settings for Dark

ઈઝરાયલે હમાસ સામે જમીની યુદ્ધની તૈયારી શરૂ કરી, ગાઝા પટ્ટીમાં માળખાગત સુવિધાઓ બંધ

Live TV

X
  • ઈઝરાયલ અને હમાસ વચ્ચે આજે આઠમાં દિવસે પણ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે હવે ઈઝરાયલ જમીની યુદ્ધ માટે તૈયારી કરી રહ્યુ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે અત્યાર સુધી ઈઝરાયલ દ્વારા હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. 

    ઈઝરાયલની સેનાએ તેમના ટેંક સહિતના યુદ્ધ સાધનો ગાઝાની બોર્ડર સુધી સ્થળાંતર  કરી દીધા છે. જ્યારે બીજી તરફ હમાસે ઈઝરાયલને ચેતવણી આપતા કહ્યુ કે, જો ઈઝરાયલની સેના બોર્ડર પાર કરશે તો બંધક બનાવેલા લોકોની હત્યા કરવાનું શરૂ કરશે. 

    આ ઉપરાંત ગાજા બોર્ડર પરથી અત્યાર સુધીમાં અંદાજીત ચાર લાખ લોકોએ પલાયન કરી દીધું છે. નોંધનીય છે કે ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં ખોરાક, પાણી, અને વીજળીનો પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ દૂરદર્શનના સંવાદદાતાએ ઈઝરાયલના તેલ અવીવ ખાતેથી સામાન્ય લોકો સાથે વાત કરતા જણાવ્યું હતુ કે ઈઝરાયલના જે લોકો વિદેશમાં સ્થાયી થયા છે તેવા તમામ લોકો હાલમાં ઈઝરાયલ પાછા આવી રહ્યા છે અને ઈઝરાયલ દ્વારા લડવામાં આવી રહેલા યુદ્ધમાં સામેલ થઈ રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply