ઈઝરાયલ અને હમાસ વચ્ચે ઘર્ષણ યથાવત્, અત્યાર સુધી 2200થી વધુ લોકોના મોત
Live TV
-
ઈઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ હજું પણ ચાલી રહ્યું છે. અત્યારસુધી આ સંઘર્ષમાં 22 સો થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ઈઝરાયલે ગાઝાની પૂર્ણ ઘેરાબંધી કરી છે અને ભોજન, પાણી, ઈંધણ અને જરૂરી સામાનની સપ્લાય પણ બંદ કરવામાં આવી છે.
ગાઝામાં ઈઝરાયલના સૈનિક હમાસના આતંકીઓની શોધખોળ માટે દરોડા પાડી રહ્યા છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ હમાસને કડક ચેતવણી આપતાં એક વીડિયો મેસેજ જાહેર કર્યો છે. જેમાં તેઓ સ્પષ્ટ પણે જાહેરાત કરી રહ્યા છે કે, ઈઝરાયલે યુદ્ધ શરૂ કર્યું નથી, પરંતુ તેને સમાપ્ત જરૂર કરશે.
હમાસ વિરૂદ્ધ જવાબી કાર્યવાહી હેઠળ ઈઝરાયલએ 3 લાખ સૈનિક એકઠાં કર્યાં છે. નેતન્યાહુએ જણાવ્યું કે, ઈઝરાયલ યુદ્ધ ઈચ્છતું નથી, પરંતુ તે અત્યંત ક્રૂર રીતે અમારા પર લાદવામાં આવ્યું છે.
