ઈઝરાયેલની સેનાની ગાઝાની લડાઈમાં મોટી ભૂલ, પોતાના નાગરિકો પર જ કરી દીધું ફાયરિંગ, ત્રણ બંધકોની થઈ મૌત
Live TV
-
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ માર્યા ગયેલા બંધકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને આ ઘટનાની પારદર્શક તપાસની જાહેરાત કરી હતી.
ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના સંરક્ષણ દળોએ (IDF) પોતાના જ ત્રણ નાગરિકો પર ગોળીબાર કર્યો. IDFના પ્રવક્તા ડેનિયલ હગારીના હવાલાથી જણાવ્યું હતું કે ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ 7 ઓક્ટોબરના હુમલા બાદ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા પોતાના જ ત્રણ નાગરિકોને ખતરો માનીને તેમના પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં 3 નાગરિકોના મોત થયા હતા.
IDFના પ્રવક્તાએ કહ્યું કે, અમારા સૈનિકોએ ત્રણેયને ગોળીબારમાં માર્યા બાદ તેમની ઓળખ અંગે શંકા થઈ હતી. તેમના મૃતદેહોને તપાસ માટે તાત્કાલિક ઇઝરાયલ મોકલાયા હતા જ્યાં ઓળખ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઇઝરાયેલી નાગરિકો તરીકે કરવામાં આવી હતી.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ માર્યા ગયેલા બંધકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને આ ઘટનાની પારદર્શક તપાસની જાહેરાત કરી હતી.
હુમલા દરમિયાન હમાસના આતંકવાદીઓએ 250 લોકોને બંધક બનાવ્યા હતા અને લગભગ 1,200 લોકોની હત્યા કરી હતી. આ પછી ઇઝરાયલે ગાઝા પર બોમ્બમારો શરૂ કર્યો. ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 18,700 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.