Skip to main content
Settings Settings for Dark

ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર સતત હવાઈ હુમલા

Live TV

X
  • ઈઝરાયેલની સેનાએ વડે ગાઝાના રહેવાસીઓને સલામત સ્થળે ખસી જવા માટેનું સૂચન અપાયું

    ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન દુજારિકે એક ન્યૂઝ ચેનલને માહિતી આપ્યા મુજબ ઈઝરાયેલની સેનાએ સંયુક્ત રાષ્ટ્રને સૂચના આપી છે કે આગામી 24 કલાકની અંદર ઉત્તરી ગાઝા પટ્ટીમાંથી સમગ્ર વસ્તીને હટાવીને દક્ષિણ ગાઝા પટ્ટીમાં મોકલવામાં આવે. 
    યુનાઈટેડ નેશન્સ અનુસાર, ઉત્તરી ગાઝા પટ્ટીમાં અંદાજે 11 મિલિયન લોકો રહે છે. ઈઝરાયેલની સેનાએ ગાઝાના રહેવાસીઓને સીધું સંબોધીને સલામત સ્થળે ખસી જવા કહ્યું છે.

    ઇઝરાયેલ હમાસને નષ્ટ કરવા માટે જમીની હુમલા કરશે તેવી આશંકા વચ્ચે આ ચેતવણી આવી છે. યુનાઇટેડ નેશન્સ ઇચ્છે છે કે ઉત્તરી ગાઝાને ખાલી કરવાના આ આદેશને પાછો ખેંચી લેવામાં આવે કારણ કે તે ગંભીર માનવતાવાદી કટોકટી તરફ દોરી શકે છે.

    યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન આજે ઇઝરાયેલની મુલાકાત લેશે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ગઈ કાલે ઈઝરાયેલની મુલાકાત લઈને પોતાના દેશનું સમર્થન વ્યક્ત કરવા ગયા હતા. તેઓ તેલ અવીવમાં ઈઝરાયેલના રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગ અને પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુને મળ્યા હતા.

    અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે પણ મુલાકાત કરશે. આ દરમિયાન પ્રધાનમંત્રી નેતન્યાહૂએ યુદ્ધ પ્રબંધન સંબંધિત નવી કેબિનેટની રચના કરી છે. જેમાં પ્રધાનમંત્રી નેતન્યાહૂ, રક્ષા મંત્રી યોવ ગાલાંટ અને વરિષ્ઠ વિપક્ષી સાંસદ અને પૂર્વ રક્ષા મંત્રી બેની ગેન્ટ્ઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવી કેબિનેટ યુદ્ધના સમયગાળા દરમિયાન દેશવાસીઓનું મનોબળ વધારશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply