Skip to main content
Settings Settings for Dark

ઈઝરાયેલ હમાસ યુદ્ધઃ ઈઝરાયેલે ગાઝાવાસીઓને દક્ષિણ ગાઝા ખાલી કરવા માટે આગ્રહ કર્યો

Live TV

X
  • ઉત્તર ગાઝામાં ઈઝરાયેલની સેના જમીની યુદ્ધ માટે તૈયાર છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ ગઈકાલે ફરી એકવાર હમાસને ખતમ કરવાની વાતને દોહરાવી હતી.

    ઉત્તર ગાઝામાં ઈઝરાયેલની સેના જમીની યુદ્ધ માટે તૈયાર છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ ગઈકાલે ફરી એકવાર હમાસને ખતમ કરવાની વાતને દોહરાવી હતી. આ તરફ સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, ઈઝરાયેલનો સતત બોમ્બમારો અને હમાસ કમાન્ડરને નિશાન બનાવીને જમીની હુમલાની ચેતવણી બાદ ગત સપ્તાહે ગાઝા પટ્ટીમાં 10 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા. ઈઝરાયેલે ગાઝાવાસીઓને દક્ષિણ ગાઝા ખાલી કરવા માટે આગ્રહ કર્યો છે. 

    તો હમાસે ઈઝરાયેલના સંદેશને નજરઅંદાજ કરવા માટે કહ્યું છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિએ એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ઈઝરાયેલ ફરી એકવાર ગાઝા પર કબજો કરવા માંગે છે તો આ તેની ભૂલ હશે. બાઈડને કહ્યું કે, હમાસનો ખાત્મો જરૂરી છે. પરંતુ સાથે એ પણ કહ્યું કે, હમાસ પેલેસ્ટાઈનના લોકોનું પ્રતિનિધિત્વ નથી કરતું. અમેરિકાના રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી કે, ઈઝરાયેલ યુદ્ધના નિયમોને આધિન રહીને આગળની કાર્યવાહી કરશે. તો ઈરાનના મામલે બાઈડને કહ્યું કે, ઈરાન બોર્ડર પાર કરીને યુદ્ધને વધારવાના પ્રયાસો ન કરે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply