Skip to main content
Settings Settings for Dark

ઈરાનની સૈન્ય તાકાત હવે શૂન્ય, અમે ટૂંક સમયમાં ઓપરેશન સમેટી લઈશું: ડોનાલ્ડ ટ્રમ્પ

Live TV

X
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેના સૈન્ય સંઘર્ષ વચ્ચે મોટું નિવેદન આપતા દાવો કર્યો છે કે ઈરાનની સેના હવે "પૂરી રીતે ખતમ" થઈ ચુકી છે. વ્હાઇટ હાઉસના સાઉથ લૉન ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા પોતાના સૈન્ય લક્ષ્યો હાંસલ કરવાની ખૂબ જ નજીક છે અને ટૂંક સમયમાં આ ઓપરેશન પૂર્ણ જાહેર કરવામાં આવી શકે છે.

    ટ્રમ્પે આડકતરી રીતે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે, "અમે ઈરાનની મિસાઈલ ક્ષમતા, લોન્ચિંગ સિસ્ટમ અને તેના સંરક્ષણ ઉદ્યોગને જડમૂળથી ઉખાડી ફેંકવા માંગતા હતા, જેમાં અમે સફળ રહ્યા છીએ. સૈન્ય દૃષ્ટિકોણથી જોઈએ તો ઈરાન હવે પૂરું થઈ ગયું છે." તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે અમેરિકા કોઈપણ સંજોગોમાં ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા દેશે નહીં.

    વિશ્વના અનેક દેશો દ્વારા શાંતિની અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ ટ્રમ્પે યુદ્ધવિરામની શક્યતાઓને નકારી દીધી છે. હોર્મુઝની સામુદ્રધુની કે જે વિશ્વનો મહત્વનો તેલ પુરવઠા માર્ગ છે, તેના વિશે ટ્રમ્પે આકરૂ વલણ અપનાવ્યું છે. 

    તેમણે કહ્યું કે, અમેરિકા આ માર્ગ પર નિર્ભર નથી. ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપ જેવા દેશોને આ રસ્તાની જરૂર છે, તેથી તેની સુરક્ષાની જવાબદારી અને ખર્ચ પણ તેમણે જ ઉઠાવવો જોઈએ. તેમણે નાટો (NATO) અને અન્ય સહયોગી દેશોની નિષ્ક્રિયતા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply