Skip to main content
Settings Settings for Dark

ઈરાનનું એલાન: યુદ્ધ સંપૂર્ણપણે સમાપ્ત ન થાય ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટના ટ્રાફિક પર રહેશે નિયંત્રણ

Live TV

X
  • ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ(SNNSC)એ જણાવ્યું છે કે જ્યાં સુધી યુદ્ધ સંપૂર્ણપણે સમાપ્ત નહીં થાય અને પ્રદેશમાં કાયમી શાંતિ સ્થાપિત નહીં થાય ત્યાં સુધી તે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર પોતાનું નિયંત્રણ અને દેખરેખ જાળવી રાખશે.

    ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાનના મુખ્ય સૈન્ય કમાન્ડ ‘ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર’ એ શનિવારે(18 એપ્રિલ) જાહેરાત કરી હતી કે અમેરિકાની નૌકાદળની નાકેબંધી ચાલુ હોવાને કારણે હોર્મુઝ સ્ટ્રેટ પર ફરીથી કડક નિયંત્રણ શરૂ કરવામાં આવી રહ્યું છે.

    સમાચાર એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ, SNNSCએ જણાવ્યું કે તે આ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી તેમની માહિતી માંગશે, તેમને અવરજવરની પરવાનગી આપશે, સુરક્ષા અને પર્યાવરણ સેવાઓ માટે શુલ્ક લેશે અને પોતાના નિયમો તથા યુદ્ધકાલીન વ્યવસ્થા અનુસાર જહાજોની અવરજવરને નિયંત્રિત કરશે.

    પરિષદે વધુમાં જણાવ્યું કે, "જ્યાં સુધી દુશ્મન આ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવરમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરશે અને નૌકાદળની નાકેબંધી જેવી પદ્ધતિઓનો આશરો લેશે, ત્યાં સુધી દેશ હોર્મુઝ સ્ટ્રેટને શરતી અને મર્યાદિત રીતે ફરીથી ખોલવાની મંજૂરી આપશે નહીં."

    SNNSCએ એમ પણ કહ્યું કે, પશ્ચિમ એશિયામાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો સુધી પહોંચતો ઘણો સામાન આ સ્ટ્રેટ દ્વારા જ પહોંચે છે, જે ઈરાન અને પ્રદેશની સુરક્ષા માટે ખતરો બની શકે છે.

    આ ઉપરાંત, ઈરાને માહિતી આપી છે કે તેને અમેરિકા તરફથી નવા પ્રસ્તાવો મળ્યા છે, જે પાકિસ્તાન દ્વારા તેના સેના પ્રમુખ આસિમ મુનીરની તાજેતરની મુલાકાત દરમિયાન પહોંચાડવામાં આવ્યા હતા અને ઈરાન તેના પર વિચાર કરી રહ્યું છે. ઈરાનના વાટાઘાટકારોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ પ્રકારની સમજૂતી કરશે નહીં અને દેશના હિતોનું પૂરી તાકાતથી રક્ષણ કરશે.

    ઉલ્લેખનીય છે કે, ઈરાને 28 ફેબ્રુઆરીથી આ સામુદ્રધુની પર પોતાની પકડ મજબૂત કરવાની શરૂઆત કરી હતી, જ્યારે ઈઝરાયેલ અને અમેરિકાએ મળીને ઈરાન પર હુમલા કર્યા હતા. ત્યારબાદ તાજેતરમાં અમેરિકાએ ઈરાન આવતા-જતા જહાજોને નિશાન બનાવીને નાકેબંધી પણ લગાવી દીધી હતી, કારણ કે ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા નિષ્ફળ રહી હતી.

    જોકે શુક્રવારે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ કહ્યું હતું કે, 8 એપ્રિલથી શરૂ થયેલા બે અઠવાડિયાના યુદ્ધવિરામ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ વેપારી જહાજો માટે સંપૂર્ણપણે ખુલ્લો રહેશે. પરંતુ શનિવારે ઈરાની સૈન્ય કમાન્ડે ફરીથી જાહેરાત કરી કે અમેરિકાની નાકેબંધી ચાલુ હોવાને કારણે આ જળમાર્ગ પર ફરીથી કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
apply