Skip to main content
Settings Settings for Dark

ઈરાન યુદ્ધનો અંત હવે નજીક, તેહરાનને બેઠું થતા 20 વર્ષ લાગશે: ડોનાલ્ડ ટ્રમ્પ

Live TV

X
  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ઈરાન સાથેનું યુદ્ધ હવે "લગભગ પૂર્ણતાના આરે" છે. ટ્રમ્પે અત્યંત આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે, જો અમેરિકા અત્યારે જ યુદ્ધ રોકીને પાછું હટી જાય, તો પણ ઈરાનને પોતાનું અસ્તિત્વ ફરી બેઠું કરવામાં અને દેશના પુનઃનિર્માણમાં 20 વર્ષ જેટલો લાંબો સમય લાગી જશે.

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ઈરાન સાથેનું યુદ્ધ હવે "લગભગ પૂર્ણતાના આરે" છે. ટ્રમ્પે અત્યંત આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે, જો અમેરિકા અત્યારે જ યુદ્ધ રોકીને પાછું હટી જાય, તો પણ ઈરાનને પોતાનું અસ્તિત્વ ફરી બેઠું કરવામાં અને દેશના પુનઃનિર્માણમાં 20 વર્ષ જેટલો લાંબો સમય લાગી જશે.

    અમેરિકી નાકાબંધીની મોટી સફળતા
    રાષ્ટ્રપતિ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) ઈરાન પર લાદેલી નાકાબંધીના સફળ પરિણામો જાહેર કર્યા છે.

    બંદરો પર કબજો: ટ્રમ્પના આદેશ બાદ લાદવામાં આવેલી નાકાબંધીના પ્રથમ 24 કલાકમાં જ અમેરિકાએ ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં થતી તમામ હિલચાલને સંપૂર્ણપણે ઠપ કરી દીધી છે.

    નેવિગેશનની સ્વતંત્રતા: અમેરિકી સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આ નાકાબંધી દ્વારા તેઓ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા અન્ય દેશોના જહાજો માટે સુરક્ષિત માર્ગ અને 'ફ્રીડમ ઓફ નેવિગેશન' સુનિશ્ચિત કરી રહ્યા છે.

    ટ્રમ્પનો આત્મવિશ્વાસ
    ફોક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, "મને લાગે છે કે આ જંગ હવે પૂરો થવા આવ્યો છે. હા, હું જોઈ રહ્યો છું કે આપણે અંતની ઘણી નજીક છીએ."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply