Skip to main content
Settings Settings for Dark

ઓસ્ટ્રેલિયામાં મોટો નિર્ણય: 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે Facebook-Instagram પર પ્રતિબંધ

Live TV

X
  • ઓસ્ટ્રેલિયામાં બુધવારથી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ચોક્કસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. શરૂઆતમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટિકટોક અને X (ટ્વિટર) સહિત દસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બ્લોક કરવામાં આવ્યા છે.

    પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝે આ નિર્ણયને બાળપણનું રક્ષણ કરવા અને બાળકો પર સોશિયલ મીડિયાની નકારાત્મક અસર અટકાવવા માટે જરૂરી ગણાવ્યો.નવેમ્બર 2024 માં ફેડરલ સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓ હેઠળ, આ પ્લેટફોર્મ્સને 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એકાઉન્ટ બનાવવાથી રોકવા માટે યોગ્ય પગલાં લેવા ફરજિયાત છે.

    પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા બદલ બાળકો કે તેમના માતાપિતાને સજા કરવામાં આવશે નહીં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અમલીકરણ માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશે.કાયદાનું ઉલ્લંઘન કરનારા પ્લેટફોર્મને  49.5 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે ₹295 કરોડ) સુધીનો દંડ થઈ શકે છે.કાયદાનો અમલ કરતા પહેલા સરકારે તેની અસરકારકતા ચકાસવા માટે એક અભ્યાસ શરૂ કર્યો હતો.ઓસ્ટ્રેલિયાના આ કાયદાએ વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે. ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડ્સ જેવા દેશોએ પણ સમાન કાયદા રજૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply