કઝાકિસ્તાન-ભારત વચ્ચે વ્યાપારની સંભાવના ઉજળીઃ સુષ્મા સ્વરાજ
Live TV
-
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ મધ્ય એશિયાઈ ક્ષેત્રના ત્રણ દેશો ના પ્રવાસે છે. આ પ્રવાસ ના પહેલા તબક્કા માં તેઓ કઝાકિસ્તાનની રાજધાની અસ્તાના પહોંચ્યા હતા. અસ્તાનામાં તેમણે કઝાકિસ્તાન ના વિદેશ મંત્રી સાથે દ્વિ-પક્ષીય ચર્ચાં કરી હતી.
અહીં તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, જૂન - 2014 થી ડિસેમ્બર - 2017 સુધીમાં વિદેશમાં ફસાયેલા એક લાખ એક હજાર 368 ભારતીયોને ક્ષેમ કુશળ ભારત લાવવા માં આવ્યા. શ્રીમતી સ્વરાજે ,કઝાકિસ્તાન અને ભારત વચ્ચે વ્યાપાર સહિત, ઘણા ક્ષેત્રોમાં ઉજળી સંભાવના હોવાનું જણાવ્યું હતું.
