કિલિયન બેસ્ટ એક્ટર તો નોલાન બેસ્ટ ડિરેક્ટર બન્યા
Live TV
-
લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં આજે (11 માર્ચ) 96મા ઓસ્કર એવોર્ડની જાહેરાત, કિલિયન મર્ફીને ઓપેનહાઇમર માટે બેસ્ટ એક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા
ઓસ્કર એવોર્ડ 2024:'ઓપન હાઇમર'ને 7 ઓસ્કર, કિલિયન બેસ્ટ એક્ટર તો નોલાન બેસ્ટ ડિરેક્ટર બન્યા
લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં આજે (11 માર્ચ) 96મા ઓસ્કર એવોર્ડની જાહેરાત કરવામાં આવી રહી છે. કિલિયન મર્ફીને ઓપેનહાઇમર માટે બેસ્ટ એક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રોબર્ટ ડાઉની જુનિયરને આ જ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કર મળ્યો છે. આ તેમની કારકિર્દીનો પ્રથમ ઓસ્કર છે. ઓપેનહાઇમરે બેસ્ટ ફિલ્મ એડિટિંગ કેટેગરીમાં એવોર્ડ પણ જીત્યો હતો. અત્યાર સુધીમાં ફિલ્મને કુલ 6 એવોર્ડ મળ્યા છે. જેમાં બેસ્ટ ઓરિજિનલ સ્કોર અને બેસ્ટ સિનેમેટોગ્રાફીના એવોર્ડનો સમાવેશ થાય છે
તે જ સમયે ફિલ્મ પુઅર થિંગ્સે અત્યાર સુધીમાં ત્રણ કેટેગરીમાં ઓસ્કર જીત્યા.બિલી ઇલિશ અને ફિનીઆસ ઓ'કોનેલને બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે ઓસ્કર મળ્યો.આ વર્ષે ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઓપન હાઇમરને બેસ્ટ પિક્ચર, બેસ્ટ એક્ટર અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ સહિત સૌથી વધુ 13 નોમિનેશન મળ્યા છે. આ સિવાય પુઅર થિંગ્સને 11 નોમિનેશન, કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂનને 10 અને બાર્બીને 8 નોમિનેશન મળ્યા છે