Skip to main content
Settings Settings for Dark

કેદીઓની આપ-લે વચ્ચે યુક્રેન પર રશિયાના મિસાઇલ હુમલા યથાવત

Live TV

X
  • એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે કેદીઓની આપ-લે ચાલી રહી છે. બીજી તરફ, કિવ પર મોસ્કોના હુમલા ચાલુ છે.  રશિયાએ સતત બીજી વખત યુક્રેન પર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હુમલામાં 12 લોકો માર્યા ગયા છે. કિવના મેયર વિટાલી ક્લિત્સ્કોએ જણાવ્યું હતું કે રવિવારે સવારે 3 વાગ્યા સુધીમાં રાજધાનીમાં 10 લોકો ઘાયલ થયા હતા.

    દરમિયાન, યુક્રેનની ઇમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે કિવ ક્ષેત્રમાં જ ચાર લોકો માર્યા ગયા છે અને 16 ઘાયલ થયા છે. મેયરે જણાવ્યું હતું કે હોલોસિવસ્કી જિલ્લામાં એક હોસ્ટેલ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ઇમારતની દિવાલમાં આગ લાગી હતી. જ્યારે ડિનિપ્રોવ્સ્કી જિલ્લામાં એક ખાનગી ઘરનો નાશ થયો હતો અને શેવચેન્કીવસ્કી જિલ્લામાં એક રહેણાંક મકાનની બારીઓ તૂટી ગઈ હતી.

    ડ્રોનના કાટમાળને કારણે ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓમાં આગ લાગી હતી. કટોકટી સેવા અનુસાર, કિવના પશ્ચિમમાં ઝાયટોમીર ક્ષેત્રમાં 8, 12 અને 17 વર્ષની વયના ત્રણ બાળકોના મોત થયા. આ હુમલામાં બાર લોકો ઘાયલ થયા હોવાનું સેવાએ જણાવ્યું હતું. પશ્ચિમ યુક્રેનના ખ્મેલનીત્સ્કી ક્ષેત્રમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા. દક્ષિણ યુક્રેનના માયકોલાઈવ ક્ષેત્રમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

    યુક્રેનના વિદેશ પ્રધાન એન્ડ્રી ત્સિબિહાએ X પર જણાવ્યું હતું કે, ઊંઘ વિનાની રાત પછી રવિવારની સવાર યુક્રેન માટે મુશ્કેલ હતી. ઘણા અઠવાડિયામાં સૌથી મોટો રશિયન હવાઈ હુમલો આખી રાત ચાલ્યો. યુક્રેનિયન ઇમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે રશિયાએ વિવિધ પ્રકારની 69 મિસાઇલો અને 298 ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. દરમિયાન, રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ રાતોરાત 110 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply