કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અમેરિકામાં IPEF લિડર્સની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
Live TV
-
કેન્દ્રીય વાણિજ્ય અને ઉધોગ મંત્રી પિયુષ ગોયલ આજથી 16 નેવેમ્બર સુધી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં આયોજિત ઈન્ડો-પેસિફિક ઈકોનોમિકના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉધોગ મંત્રી પિયુષ ગોયલ આજથી 16 નેવેમ્બર સુધી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં આયોજિત ઈન્ડો-પેસિફિક ઈકોનોમિકના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
પિયુષ ગોયલ 13 નવેમ્બેર થી 16 નવેમ્બર સુધી આયોજિત ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક (IPEF)ના કાર્યક્રમમાં ભાગ લેવા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોના પ્રવાસે ગયેલ છે. આ પ્રવાસમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ IPEF લિડર્સની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાના છે.
આ પ્રવાસ દરમિયાન પિયુષ ગોયલ અમેરિકાના વાણિજ્ય સચિવ સાથે દ્વિપક્ષીય બેઠક કરવાના છે. આ બેઠકનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે આર્થિક અને વ્યાપારી ભાગીદારીને વધુ મજબૂત કરવાનો છે.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક(IPEF) ના ભાગીદાર દેશોના મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને ભારત ના આર્થિક અને વ્યપરિક હિતોને સાધવાનો પ્રયાસ કરશે. પિયુષ ગોયલ આ ઉધોગપતી, છાત્રો, અને ભારતીય પ્રવસીઓ સાથે પણ પ્રવાસ દરમિયાન મુલાકત કરવા જઈ રહ્યા છે.
