કેમરૂનના સુદૂર ઉત્તરમાં બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા
Live TV
-
મરૂન એ મધ્ય અને પશ્ચિમ આફ્રિકામાં સ્થિત એક દેશ
સાક્ષીઓ અને સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, કેમરૂનના સુદૂર ઉત્તરમાં એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ સાક્ષીઓના હવાલાથી જણાવ્યું હતું કે, ગુરુવારે બોટ પલટી ગઈ હતી જ્યારે તે પ્રદેશના લોગોન-એટ-ચારી વિભાગના દારક દ્વીપથી મુસાફરોને લઈ જઈ રહી હતી.
અકસ્માતનું કારણ જાણવા માટે ઔપચારિક તપાસ શરૂ
સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે વધુ જાનહાનિની આશંકા છે. કારણ કે બચાવ કાર્યકરો વધુ પીડિતોની શોધ કરી રહ્યા છે. સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે અકસ્માતનું કારણ જાણવા માટે ઔપચારિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તપાસ ચાલુ છે તેથી વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
મરૂન એ મધ્ય અને પશ્ચિમ આફ્રિકામાં સ્થિત એક દેશ
આ વિસ્તારમાં બોટ અકસ્માત સામાન્ય છે, જે મોટાભાગે ઓવરલોડિંગ, ગેરવહીવટ અને ખરાબ હવામાનને કારણે થાય છે. કેમરૂન એ મધ્ય અને પશ્ચિમ આફ્રિકામાં સ્થિત એક દેશ છે. જે ગિનીના અખાતના કિનારે આવેલું છે.