ખાડીના ત્રણ દેશોની યાત્રા પૂરી કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સ્વદેશ પરત ફર્યા
Live TV
-
ત્રણ દિવસની પશ્ચિમ એશિયા તથા ખાડીના ત્રણ દેશોની યાત્રા પૂરી કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સ્વદેશ પરત આવવા રવાના થયા હતા.
ત્રણ દિવસની પશ્ચિમ એશિયા તથા ખાડીના ત્રણ દેશોની યાત્રા પૂરી કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સ્વદેશ પરત આવવા રવાના થયા હતા. મસ્કતની રાજધાની ઓમાનથી સ્વદેશ ફરતાં પહેલાં પ્રધાનમંત્રીએ આઠ લાખ ભારતીયો સહિત ઓમાનની કંપનીઓના C.E.O.સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ મસ્કતમાં વસતા દરેક ભારતીયને 'રાષ્ટ્રદૂત' તરીકે સન્માન બક્ષી એમનું દિલ જીતી લીધું હતું. પ્રધાન મંત્રીની આ સન્માન જનક વાતને ભારતીયોએ હર્ષોલ્લાસથી વધાવી લીધી હતી.
ખાડીદેશોના 3 દિવસના પ્રવાસના છેલ્લા દિવસે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ મસ્કત સ્થિત કાબૂસ ગ્રેન્ડ મસ્જિદની મુલાકાત લીધી હતી. આ મસ્જિદ પોતાની કલા કારીગરીને લીધે વિશ્વમાં બેનમૂન ગણાય છે. પ્રધાનમંત્રીશ્રીએ મસ્કતમાં આવેલા આશરે 300 વર્ષ જૂના મોતીશ્વર શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પરિસરમાં સ્થિત હનુમાનજીના મંદિરના પણ દર્શન કર્યા હતા. ત્યાર પહેલાં પ્રધાનમંત્રીએ ઓમાનની કંપનીઓના C.E.O. સાથે બેઠક કરી હતી. તે પહેલા ઓમાનના શેખ સાથે દ્વિપક્ષીય વાત-ચીત કરી આઠ સમજૂતી કરાર ઉપર સહી સિક્કા થયા હતા. ઓમાન પહોંચતા જ પ્રધાનમંત્રીએ આઠ લાખ ભારતીયો ને પણ સંબોધ્યા હતા. રાજ દ્વારી મુલાકાતના અનુસંધાને પ્રધાનમંત્રીએ,ઉપપ્રધાન મંત્રી સૈયદ ફ હદ બિન મહ મૂદ અલ સૈદ સાથે પણ મુલાકાત કરી હતી.