ગયાનાની ત્રણ દિવસની મુલાકાતે રવાના થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G-20 સમિટમાં ભાગ લીધા બાદ ત્રણ દિવસની મુલાકાતે ગયાના જવા રવાના થયા છે. 1968 પછી ભારતીય પ્રધાનમંત્રીની ગુયાનાની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી ગયાનાના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ ઈરફાન સાથે જ્યોર્જ ટાઉનમાં વાતચીત કરશે. તેઓ બીજી કેરીકોમ-ઈન્ડિયા સમિટમાં પણ ભાગ લેશે. CARICOM એટલે કે કેરેબિયન કોમ્યુનિટી એન્ડ કોમન માર્કેટ એ 20 વિકાસશીલ દેશોનું જૂથ છે. પ્રધાનમંત્રી CARICOM સભ્ય દેશોના નેતાઓ સાથે બેઠક કરશે. આ મંત્રણામાં આ ક્ષેત્ર સાથે ભારતની લાંબા સમયથી ચાલતી મિત્રતાને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા થશે.
પ્રધાનમંત્રી મોદી ગયાનાની સંસદને પણ સંબોધિત કરશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ ભારતીયોને પણ મળશે.