Skip to main content
Settings Settings for Dark

ગાઝા પહોંચશે માનવીય મદદ, ઈજિપ્તે ખોલી બોર્ડર!

Live TV

X
  • ઈઝરાયેલ-હમાસના ભીષણ યુદ્ધમાં પ્રભાવિત થયેલા ગાઝા અને વેસ્ટ બેંકના લોકો માટે અમેરિકાએ માનવીય સહાયની જાહેરાત કરી છે. ત્યારે આ મદદને યુદ્ધગ્રસ્ત લોકો સુધી પહોંચાડવા માટે ઈજિપ્ત સહમત થઈ ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને બુધવારે આ જાણકારી આપી. બાઈડને કહ્યું કે, યુદ્ધગ્રસ્ત ક્ષેત્ર ગાઝા સુધી માનવીય સહાયતા પહોંચાડવા માટે ઈજિપ્ત પોતાની રાફા બોર્ડર ખોલશે. આ બોર્ડરથી શરૂઆતમાં 20 ટ્રક મોકલવામાં આવશે. 

    બાઈડને ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતલ અલ સીસી સાથે થયેલી વાતચીતને આધારે કહ્યું કે, ગાઝામાં માનવીય સહાય શુક્રવાર સુધીમાં શરૂ કરી દેવામાં આવશે. સાથે જ સંયુક્ત રાષ્ટ્રની અપીલ પર તાત્કાલિક કામ કરવા અને મધ્ય પૂર્વમાં સ્થિરતા જાળવી રાખવા સહમતિ થઈ છે. તો ઈઝરાયેલની સરકારે પણ માનવીય સહાયતાને યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશથી નહીં રોકવાનો વિશ્વાસ આપ્યો છે. 

    આપને જણાવી દઈએ કે ઈઝરાયેલ પ્રવાસ દરમિયાન જો બાઈડને ગાઝા અને વેસ્ટ બેંક માટે 10 કરોડ ડોલરની માનવીય મદદની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ મદદ યુદ્ધ પ્રભાવિત ફિલિસ્તાનીઓ માટે છે. સાથે જ એવી વ્યવસ્થા બનાવવામાં આવી છે કે આ મદદ યોગ્ય જરૂરિયાત મંદ સુધી પહોંચે. હમાસ કે તેના આતંકીઓ સુધી આ મદદ ન પહોંચાડવા પણ તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply