ચીને સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત અને બહેરીન માટે વિઝા-મુક્ત નીતિ કરી શરૂ
Live TV
-
ચીને 9 જૂન 2025થી સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત અને બહેરીનના સામાન્ય પાસપોર્ટ ધારકો માટે વિઝા-મુક્ત નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ પગલા સાથે, એકપક્ષીય વિઝા-મુક્ત નીતિ હેઠળ ચીનમાં પ્રવેશવાની મંજૂરી ધરાવતા દેશોની સંખ્યા વધીને 47 થઈ ગઈ છે.
આ નવી નીતિ 9 જૂન, 2025થી 8 જૂન, 2026 સુધી અમલમાં રહેશે. આ અંતર્ગત, આ 4 દેશોના નાગરિકો વ્યવસાય, પર્યટન, સંબંધીઓ અથવા મિત્રોની મુલાકાત, મુલાકાતોની આપ-લે અથવા પરિવહનના હેતુ માટે 30 દિવસ સુધી વિઝા વિગર ચીનમાં પ્રવેશ કરી શકશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિઝા-મુક્ત પ્રવેશ સુવિધાનો વ્યાપ વધારવાથી ઉચ્ચ સ્તરીય ખુલ્લાપણા પ્રત્યે ચીનની પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત થાય છે. ચીન તેની પ્રવેશ નીતિઓને વધુ સરળ બનાવવા અને વિઝા-મુક્ત દેશોની યાદી વિસ્તૃત કરવા માટે સતત કામ કરી રહ્યું છે. આ પહેલનો હેતુ વધુને વધુ વિદેશી નાગરિકોને ચીનના શ્રેષ્ઠ ઉત્પાદન પુરવઠા, વિવિધ વપરાશના દૃશ્યો અને અનુકૂળ સેવાઓનો અનુભવ કરવાની તક પૂરી પાડવાનો છે.