જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાએ આપ્યું રાજીનામું
Live TV
-
શિગેરુ ઇશિબાએ જાપાનના વડા પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)માં સંભવિત વિભાજન ટાળવા માટે આ પગલું ભર્યું હતું. જુલાઈમાં યોજાયેલી ચૂંટણીમાં જાપાનની શાસક ગઠબંધન સરકારને ઉપલા ગૃહમાં હારનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમયથી પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તનની માંગ હતી.
ઉપલા ગૃહના ચૂંટણી પરિણામથી વડા પ્રધાન શિગેરુ ઇશિબાની સત્તા પરની પકડ વધુ નબળી પડી ગઈ, જોકે તેમણે પાર્ટીના વડા રહેવાની જાહેરાત કરી. ઇશિબાએ આ માટે અમેરિકા સાથે ચાલી રહેલી ટેરિફ વાટાઘાટોને જવાબદાર ગણાવી, જ્યાં તાજેતરમાં જ યુએસ પ્રમુખ ટ્રમ્પે જાપાન પર ટેરિફ 25 ટકાથી ઘટાડીને 15 ટકા કરી દીધો છે.
જુલાઈમાં યોજાયેલી ચૂંટણીમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) અને તેના સાથી કોમેઇટોને કુલ 47 બેઠકો મળી હતી, જ્યારે બહુમતી માટે ઓછામાં ઓછી 50 બેઠકોની જરૂર હતી. ઉપલા ગૃહમાં કુલ 248 બેઠકો છે અને આ ચૂંટણીમાં અડધી બેઠકો પર મતદાન થયું હતું.
