જાપાનમાં, ટોક્યોના હાનેડા એરપોર્ટ પર વિમાન અથડામણમાં 5 ક્રૂ મેમ્બરના મોત
Live TV
-
જાપાન એરલાઈન્સનું એક વિમાન ટોક્યોના હાનેડા એરપોર્ટ પર કોસ્ટ ગાર્ડના વિમાન સાથે અથડાયા બાદ આગની લપેટમાં આવી ગયું હતું. જાપાન એરલાઇન્સના વિમાનના તમામ 379 મુસાફરો અને ક્રૂ બચી ગયા હતા પરંતુ, કોસ્ટ ગાર્ડ પ્લેનના છ ક્રૂમાંથી પાંચના મોત થયા હતા.
કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે આ અથડામણમાં તેનું એક વિમાન સામેલ હતું જે ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં સહાય પહોંચાડવા જાપાનના પશ્ચિમ કિનારે નિગાતા એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. જાપાનના પરિવહન મંત્રી તેત્સુઓ સૈટોએ પુષ્ટિ કરી કે કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટના ક્રૂમાંથી પાંચ લોકો મૃત્યુ પામ્યા છે. વિમાનના કેપ્ટન ઘાયલ થયા હતા. જાપાન એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેનું વિમાન ન્યૂ ચિટોઝ એરપોર્ટથી રવાના થયું હતું.