જૉન બોલ્ટન અમેરિકાના નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હશે - ટ્રમ્પ
Live TV
-
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદે નિયુક્ત થનારા જૉન બોલ્ટન ત્રીજા વ્યક્તિ
અમેરિકાના અમેરિકાના નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટન બનશે..અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી આ માહિતી આપી હતી..બોલ્ટન એચઆર મૈકમાસ્ટરનું સ્થાન લેશે..69 વર્ષીય બોલ્ટન સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત રહી ચૂક્યા છે..તેઓ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન, જ્યોર્જ એચ ડબલ્યુ બુશ અને જ્યોર્જ ડબલ્યુ બુશ સાથે કામ કરી ચૂક્યા છે..બોલ્ટન ખાસ કરીને 2003માં ઈરાક સામે હુમલાનું સમર્થન કરવા માટે પણ જાણીતા થયા હતા..પાછલા 14 મહિનામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદે નિયુક્ત થનારા જૉન બોલ્ટન ત્રીજા વ્યક્તિ છે..