Skip to main content
Settings Settings for Dark

જોર્ડન એરબેસ પર હુમલામાં બે અમેરિકન સૈનિકોની મૃત્યુ, ઘટનાની તપાસ ચાલુ

Live TV

X
  • 25 વર્ષીય ફર્સ્ટ લેફ્ટનન્ટ ટાયલર જેમ્સ ફીહાન અને ટેક્સાસના કેરોલટનના રહેવાસી 19 વર્ષીય પ્રાઈવેટ ઇસાબેલા ગોંઝાલેસનું 17 જુલાઈએ જોર્ડનના મુવફ્ફાક સાલ્ટી એરબેઝ પર થયેલા હુમલા પછી અવસાન..

    'ઓપરેશન ઇનહેરન્ટ રિઝોલ્વ'માં તૈનાત અમેરિકી લશ્કરના બે સૈનિકો જોર્ડનમાં આવેલા એરબેઝ પર દુશ્મનના હુમલામાં માર્યા ગયા. અમેરિકી યુદ્ધ વિભાગે સોમવારે આ માહિતી આપી હતી. અમેરિકી યુદ્ધ વિભાગના નિવેદન અનુસાર, હવાઈના ઈવા બીચના રહેવાસી 25 વર્ષીય ફર્સ્ટ લેફ્ટનન્ટ ટાયલર જેમ્સ ફીહાન અને ટેક્સાસના કેરોલટનના રહેવાસી 19 વર્ષીય પ્રાઈવેટ ઇસાબેલા ગોંઝાલેસનું 17 જુલાઈએ જોર્ડનના મુવફ્ફાક સાલ્ટી એરબેઝ પર થયેલા હુમલા પછી અવસાન થયું હતું.

    ગોંઝાલેસનું મૃત્યુ હુમલાના દિવસે એટલે કે 17 જુલાઈએ જ થયું હતું, જ્યારે ફીહાનનું મૃત્યુ 18 જુલાઈએ થયું હતું. વિભાગે કહ્યું કે, બંનેના મૃત્યુ ફરજ દરમિયાન થયા હતા. યુદ્ધ વિભાગે એ નથી કહ્યું કે, હુમલો કોણે કર્યો હતો કે હુમલો કઈ રીતે કરવામાં આવ્યો હતો. વિભાગનું કહેવું છે કે, આ ઘટનાની તપાસ ચાલુ છે.

    ફીહાન બીજી બટાલિયન, 55મી એર ડિફેન્સ આર્ટિલરી રેજિમેન્ટમાં તૈનાત હતા. આ યુનિટ ફોર્ટ બ્રેગ, નોર્થ કેરોલિના સ્થિત ૩૨મી આર્મી એર એન્ડ મિસાઈલ ડિફેન્સ કમાન્ડનો ભાગ છે. ગોંઝાલેસ પહેલી બટાલિયન, 57મી એર ડિફેન્સ આર્ટિલરી રેજિમેન્ટમાં તૈનાત હતા. તેમનું યુનિટ જર્મનીના એન્સબેકમાં સ્થિત 10મી આર્મી એર એન્ડ મિસાઈલ ડિફેન્સ કમાન્ડ હેઠળની 52મી એર ડિફેન્સ આર્ટિલરી બ્રિગેડનો ભાગ છે.

    બંને સૈનિકો એર ડિફેન્સ યુનિટમાં કામ કરતા હતા, જેનું કામ સૈનિકો, સૈન્ય ઠીકાણાઓ અને અન્ય મહત્વપૂર્ણ સંસાધનોને હવાઈ હુમલાઓથી બચાવવાનું હોય છે. વિભાગે એ નથી કહ્યું કે, જોર્ડનના બેઝ પર તેમની ખાસ જવાબદારી શું હતી કે તેઓ ત્યાં કેટલા સમયથી તૈનાત હતા. આ જાહેરાત આ હુમલામાં માર્યા ગયેલા સૈનિકોની પહેલી સત્તાવાર ઓળખ હતી. તેમના મૃત્યુ કઈ પરિસ્થિતિઓમાં થયા, તે અંગે હજુ વધુ માહિતી જારી કરવામાં આવી નથી.

    મુવફ્ફાક સાલ્ટી એરબેઝ જોર્ડનનું એક સૈન્ય મથક છે, જ્યાં ક્ષેત્રીય અભિયાનોમાં મદદ કરવા માટે અમેરિકા અને સહયોગી દેશોની સેનાઓ તૈનાત રહી છે. જોર્ડન લાંબા સમયથી અમેરિકાનું સુરક્ષા સહયોગી રહ્યું છે અને ઇસ્લામિક સ્ટેટ સંગઠન વિરુદ્ધ ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ગઠબંધનનો ભાગ પણ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
apply