ઝિમ્બાબ્વે હેલિકોપ્ટર દુર્ઘટના: રાષ્ટ્રપતિના નજીકના સહયોગી ઉદ્યોગપતિ વિકનેલ ચિવાયો સહિત 6 લોકોના મોત
Live TV
-
ઝિમ્બાબ્વે હેલિકોપ્ટર દુર્ઘટના: રાષ્ટ્રપતિના નજીકના સહયોગી ઉદ્યોગપતિ વિકનેલ ચિવાયો સહિત 6 લોકોના મોત
બુધવારે ઝિમ્બાબ્વેના મારોન્ડેરામાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું, જેમાં આગ લાગી ગઈ. તેમાં ચાર મુસાફરો અને બે ક્રૂ સભ્યો સવાર હતા. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા. મૃતકોમાં 43 વર્ષીય ઉદ્યોગપતિ વિકનેલ ચિવાયો અને તેમની પત્ની લ્યુસી મુટેકનો સમાવેશ થાય છે. ચિવાયો રાષ્ટ્રપતિ એમર્સન મનાંગાગ્વાના નજીકના માનવામાં આવતા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજધાની હરારેથી લગભગ 70 કિલોમીટર પૂર્વમાં આવેલા મારોન્ડેરામાં આ દુર્ઘટના બની હતી. બુધવારે સાંજે 5 વાગ્યાની આસપાસ પોલીસને આ દુર્ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ નથી. વિકનેલ ચિવાયો ઊર્જા અને માળખાગત પ્રોજેક્ટ્સમાં સામેલ કંપની ઇન્ટ્રાટ્રેક ઝિમ્બાબ્વેના સ્થાપક હતા.
તેઓ તેમની ભવ્ય જીવનશૈલી અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ માટે પણ જાણીતા છે. ચિવાયો વારંવાર મોંઘી કાર અને લક્ઝરી હેલિકોપ્ટર સાથેના પોતાના ફોટા શેર કરે છે. ચિવાયો દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટો, તાંઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસન અને એસ્વાટિનીના રાજા મસ્વાતી ત્રીજા સહિત અનેક અગ્રણી નેતાઓની નજીક રહ્યા છે.
