ટેરિફ અંગે નેતન્યાહૂ અમેરિકાની લેશે મુલાકાત
Live TV
-
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફને લઈને આંતરરાષ્ટ્રીય વિશ્વમાં ગભરાટનો માહોલ છે. દરમિયાન, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સોમવારે યુએસ વ્હાઇટ હાઉસની મુલાકાત લઈ શકે છે. ઇઝરાયલી સરકારે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલે પોતાના નવા ટેરિફની જાહેરાત કરી છે. ઘણા દેશો આ અંગે ખૂબ દબાણ અનુભવી રહ્યા છે. ઇઝરાયલ પણ તેમાં સામેલ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બે ઇઝરાયલી અધિકારીઓ અને વ્હાઇટ હાઉસના એક અધિકારીએ સંકેત આપ્યો છે કે બેન્જામિન નેતન્યાહૂ સોમવારે ટેરિફ મુદ્દા પર ચર્ચા કરવા માટે વ્હાઇટ હાઉસ આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ 60 દેશો પર નવા ટેરિફની જાહેરાત કરી છે. આ કારણે ચીન સહિત કેટલાક દેશોએ નારાજગી વ્યક્ત કરી છે અને અમેરિકા પર બદલો લેવા માટે ટેરિફ લાદવાની જાહેરાત પણ કરી છે. ટ્રમ્પ દ્વારા ઇઝરાયલ પર પણ 17 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.