ટ્રમ્પે આપ્યો સંકેત, હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા બાબતે નીતિ બદલી શકે છે અમેરિકા
Live TV
-
અન્ય દેશોએ આ મહત્ત્વપૂર્ણ સમુદ્રી રસ્તાની સુરક્ષાની જવાબદારી લેવી પડી શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે, હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા બાબતે અમેરિકા પોતાની નીતિ બદલી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે, જ્યારે અમેરિકા સૈન્ય અભિયાન ખતમ કરશે, ત્યારે અન્ય દેશોએ આ મહત્ત્વપૂર્ણ સમુદ્રી રસ્તાની સુરક્ષાની જવાબદારી લેવી પડી શકે છે. ઈરાન સાથેની સૈન્ય કાર્યવાહી પૂર્ણ થયા પછી અમેરિકા આ રણનૈતિક જળમાર્ગની સુરક્ષામાં પોતાની ભૂમિકા જારી નહીં રાખે. હોર્મુઝ સ્ટ્રેટનું આગળ શું થશે, તેનાથી અમારે કોઈ લેવા દેવા નથી. આ સમગ્ર કામ ફ્રાંસ તથા અન્ય દેશોનું હશે, જેઓ આ રસ્તાનો ઉપયોગ કરે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં ચીન જેવા ઊર્જા ઉપભોક્તા દેશોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, 'ચીન પોતાના જહાજ માટે જાતે જ ઈંધણ ભરશે અને સુરક્ષા કરશે. કડક કાર્યવાહી કરીને સ્ટ્રેટની આસપાસ હાજર અનેક કટ્ટરપંથી તત્ત્વોનો ખાત્મો કરી દીધો.' ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અમેરિકી સેના હટ્યા પછી પરિસ્થિતિ સામાન્ય બની જશે.
